Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

બમ બમ ભોલે... બાબા બુઢા અમરનાથ યાત્રાનો પ્રારંભ

૨૬ જુલાઈથી પ્રથમ અને ૨૭મીએ બીજી ટુકડી રાજકોટથી જમ્‍મુ- કાશ્‍મીર જવા રવાના થશેઃ મહાદેવ ભકતોએ આ યાત્રામાં જોડાવવા વિ.હી.પ.બજરંગ દળનું આહવાન

રાજકોટઃ  બજરંગ દળ દ્વારા આયોજિત જમ્‍મુ કાશ્‍મીરમાં બુઢા અમરનાથની  યાત્રાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા ૨ વર્ષ થી કોરોનાના  લીધે યાત્રા બંધ હતી ફરી આ વર્ષ ૨૦૨૨ જુલાઇ માસ માં બજરંગદળના આહવાનથી સમગ્ર ભારત વર્ષની  યાત્રા બુઢા અમરનાથ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ૨૮  જુલાઈ જમ્‍મુયાત્રી નિવાસ ભગવતીપરામાં યાત્રા ઉદ્‌ઘાટનમાં સૌરાષ્ટ્રપ્રાંત, કર્ણાટક, જોધપુર, રાજસ્‍થાનના યાત્રાળુઓની  ઉપસ્‍થિતિમાં યાત્રા ઉદ્‌ઘાટન કાર્યક્રમ  યોજશે. ૨૯મીથી જમ્‍મુથી પ્રથમ ટુકડી બુઢા અમરનાથ યાત્રા પ્રસ્‍થાન કરશે.

આ વર્ષ યાત્રા યોજાશેના સમાચાર મળતાજ સમગ્ર ભારતમાં અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં યાત્રાળુઓમાં  હર્ષ છવાયો છે યાત્રામાં જવા માટે રજીસ્‍ટરેશન શરૂ થઈ ગયું છે. રજીસ્‍ટ્રેશનમાં સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યાલય બુઢાઅમરનાથ યાત્રા સંપર્ક યાત્રા ઇન્‍ચાર્જ નાનજીભાઈ સાખ સહ યાત્રા ઇન્‍ચાર્જ પરેશભાઈ રાવલ સમગ્ર સૌરાષ્ટ્રના યાત્રાળુને લઈ તા.૨૬ જુલાઈ પ્રથમ ટુકડી અને ૨૭ જુલાઈ બીજી ટુકડી રાજકોટથી જમ્‍મુ કાશ્‍મીર જવા રવાના થશે.

બાબા બુઢા

અમરનાથયાત્રાની કથા

આ પવિત્ર તીર્થ સ્‍થાનની યાત્રાના સંબંધમાં અનેક કથાઓ પ્રસિધ્‍ધ છે. જેમાં એક કે મહાન પુલત્‍સ્‍યઋષિ પ્રતિવર્ષ બાબા અમરનાથના દર્શન કરવા કાશ્‍મીરઘાટી જતાં હતા, અતિવૃદ્ધ થઈ જવાના કારણે જયારે તે બાબા અમરનાથના દર્શને ન જઈ શક્‍યા તો હિમ સ્‍વરૂપ બાબા અમરનાથે સ્‍વયંપ્રગટ થઈ ઋષિને તેની તપસ્‍થળી (રાજપુર મંડી) માં પુલત્‍સ્‍ય નદીના કિનારે દર્શન આપ્‍યા. સમયાંતરે સુંદર લોરેનધાટીની  મહારાણીની કથા પણ આ સાથે જોડાઈ ગઈ, ઘટના એવી છે કે મહારાણી ચંદ્રિકા જે ભગવાનની  અનન્‍ય ભકત હતી તે પણ કાશ્‍મીર ઘાટીમાં બાબા અમરનાથ દર્શને જતી, જયારે કાશ્‍મીરમાં યાત્રાની પરિસ્‍થિતિ અનુકૂળ ન હોય યાત્રા સમય નજીક આવિ જવાથી મહારાણી ઉદાસ હતા. મહારાણી એ વ્રત રાખ્‍યું અને પ્રતિપળ અમરનાથ બાબાના જાપ કરવા લાગી, તપસ્‍યામાં લીન મહારાણી એક વૃદ્ધ સાધુ કે જેના હાથમાં છડી હતી દર્શન આપ્‍યા અને કહ્યું કે હું  તને બાબા અમરનાથના દર્શન કરાવીશ અને મહારાણીને બતાવ્‍યું કે લોરેન દ્યાટીના અઢી કોષ નીચે પુલત્‍સ્‍ય નદીના તટ પર શ્રી અમરનાથ મહાદેવના દર્શન થઈ શકે છે મહારાણી એ તે સ્‍થાન પર સમાધિ લગાવી અને વૃદ્ધ સ્‍વરૂપમાં ભગવાન શંકરે દર્શન આપ્‍યા ત્‍યારબાદ તે જગ્‍યાએ ખોદકામ કરવામાં આવ્‍યું તો ત્‍યાંથી સફેદ શિવલિંગ સ્‍વરૂપ ચટ્ટાન પ્રગટ થઈ, ત્‍યારથી તે પ્રવિત્ર સ્‍થળ બુઢા અમરનાથબાબા ચટ્ટાનીના નામથી પ્રસિધ્‍ધ છે.

 બાબા અમરનાથ યાત્રાનો માર્ગ

બાબાના દર્શન માટે જમ્‍મુથી સુંદરબાની, નૌશેરા, રાજોરી, સુરણકોટ, ચંદક થઈ મંડી  પહોંચી શકાય છે. ચંદકથી પૂંછ  થઈની પણ યાત્રાનો એક માર્ગ છે. આ સ્‍થાન જમ્‍મુથી ઉતર પヘમિમાં ૨૯૦ કિલોમીટર દૂર પૂંછ જિલ્લામાં મંદી તાલુકાના રાજપુરા ગામમાં આવેલછે. આ સ્‍થાન પર્વતમાળા ઓ નિગોદ માં ઉછળતી કૂદતી પુલત્‍સ્‍ય નદીના કિનારે આવેલું છે. ફરતે સુંદર મનોરમ્‍ય પર્વતમાળાઓ આવેલી છે ત્‍યાં હર સમય શીતળ પવન વહેતો રહે છે.

શ્રી બુઢા અમરનાથ શીવલિંગના દર્શનનું મહત્‍વ

શ્રી બુઢા અમરનાથ મંદિર સ્‍થિત  શિવલિંગ સ્‍ફટિક પથ્‍થરનો છે. જે બરફની  જેમ ચમકે  છે. આ ચટ્ટાનરૂપી સ્‍વયંભૂ શિવલિંગ પુલત્‍સ્‍ય નદીથી ૨૦૦ ફૂટ ઉપર છે. સફેદ રંગરૂપી શિવલિંગને છોડીને અન્‍યત્ર કયાંય પણ આ શ્વેત પથ્‍થર ઉપલબ્‍ધ નથી. મંદિરની  અંદર જવાથી  અલૌકિક શાંતિનો અનુભવ મળે છે. બાબા અમરનાથના દર્શનથી દર્શનાર્થીઓની દરેક મનોકામના પૂર્ણ થાય છે. અહીના નિવાસીઓ હર વખત નવું અનાજ પાક્‍યા બાદ મહાદેવને થોડું અનાજ ભેટ ચડાવે છે. અહીના લોકોનું માનવું છે કે અમરનાથની યાત્રા પૂર્ણ કર્યા બાદ આ બુઢા અમરનાથની યાત્રા કરવાથી યાત્રાનું સંપૂર્ણ ફળ પ્રાપ્‍ત થાય  છે.

યાત્રામાં આવતા ધર્મસ્‍થાન

જમ્‍મુથી યાત્રા નીકળ્‍યા બાદ પ્રથમ સ્‍થાન  (૧) સુંદરબની,    (૨) અખનુર, (૩) ચિનાબ નદી, (૪) બુઢા અમરનાથ, (૫) પુલત્‍સ્‍ય નદી , (૬) પાંડવગુફા         (૭) રાજોરી, (૮) પૂંછ, (૯) કામેશ્વર મંદિર, (૧૦) શિવખોડી

યાત્રા અંગેની સુચનાઓ

બીમાર વ્‍યક્‍તિએ આવવું નહીં. જમ્‍મુથી બુઢા અમરનાથ જવા બસમાં ૧૦ કલાકની યાત્રા છે. રાત્રીમાં થોડી હળવી ઠંડી હશે એક ગરમ કામળો લાવવો જરૂરી છે. જમ્‍મુથી યાત્રા દરમ્‍યાન  ભોજન વ્‍યવસ્‍થા રહેશે. કીમતી વસ્‍તુ  સાથે લાવવી નહીં. જમ્‍મુથી વહેલી સવારે લકજરીબસમાં બુઢા અમરનાથ જવા નીકળી ૨ દિવસ સુધીમાં વૈષ્‍ણોદેવી પાછા અવાશે. પરિવાર  પતિ-પત્‍ની અને બહેનો આવી શકશે. રાજકોટ થી જમ્‍મુ ટ્રેનમાં આવવાની ટિકિટ જાતે કરાવવાની રહેશે. જમ્‍મુથી બુઢા

અમરનાથ યાત્રા ૨ દિવસની રહેશે. રાજકોટ થી કૂલયાત્રા ૬ દિવસમાં પૂર્ણ થશે. યાત્રા પૂર્ણ  થયા યાત્રિકો પોતાની રીતે જમ્‍મુમાં આ સ્‍થળો (૧) રઘુનાથ મંદિર (૨) રણેશ્વર મહાદેવ મંદિર (૩) જામુવંત ગુફા (૪) તાવી નદી (૫) બાહુ માતાજીનું મંદિર (બાહુ કિલ્લો) બાદ જમ્‍મુ થી વૈષ્‍ણોદેવી, અમૃતસર,વાદ્યાબોર્ડર વિગેરે સ્‍થાનો પર યાત્રિકો પોતાની યોજના મુજબ જઈ શકાશે.

 તસ્‍વીરમાં વિશ્વ હિન્‍દુ પરિષદ બજરંગદળના પદાધીકારીઓ સર્વશ્રી અશોકસિંહ ડોડીયા, પરેશભાઈ રાવલ, મનોજભાઈ ડોડીયા, વિનુભાઈ ટીલાવત, નાનજીભાઈ શાખ, હેમલભાઈ ગોહેલ અને હરેશભાઈ ચૌહાણ નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા) (૩૦.૧૨)

બાબા બુઢા અમરનાથ યાત્રામાં જોડાવા સંપર્ક કરો

બુઢા અમરનાથ કાર્યાલય ૮-મિલપરા, કાન્‍તાસ્ત્રી વિકાસ ગૃહ રોડ, રાજકોટ યાત્રા ઇન્‍ચાર્જ નાનજીભાઈ સાખ મો.૮૧૪૧૨ ૭૪૪૬૧

(4:02 pm IST)