Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ઢેબરકોલોની પાસે પ્રફુલ કુબેર ચોરાઉ બાઇક સાથે પકડાયો

ક્રાઇમ બ્રાંચે બાઇક ચોરીના ગુન્‍હામાં ફરાર રોનકને દબોચ્‍યો

રાજકોટ તા.ર૩ : ઢેબર કોલોની આરોગ્‍ય કેન્‍દ્ર પાસેથી એક શખ્‍સને ભકિતનગર પોલીસે ચોરાઉ એકસેસ સાથે ઝડપી લીધો હતો.

મળતી વિગ મુજબ ઢેબર કોલોની પાસેથી એક શખ્‍સ ચોરાઉ બાઇક લઇને નિકળ્‍યો હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્‍સ સંજયભાઇ ચાવડા, કોન્‍સ અરવિંદભાઇ ફતેપરા તથા કોન્‍સ કરણભાઇ કોઠીવાલને બાતમી મળતા ઢેબરકોલોની પાસે વોચમાં હતા ત્‍યારે આરોગ્‍ય કેન્‍દ્ર પાસેથી મીઠાપુરના ભીમરાણાગામનો હાલ રાજકોટ ગોંડલ રોડ ટી.વી.એસના શોરૂમ સામે ફુટપાથ પર રહેતો પ્રફુલ ભરતભાઇ કુબેર (ઉ.૩૩) ને જીજે ૩ એમસી ૩૭૧૭ નંબરના ચોરાઉ એકસેસ સાથે પકડી લીધો હતો. પુછપરછ માં તેણે આ એકસેસ બાલાજી હોલ પાસે રવેચી હોટલ પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી આ કામગીરી  પી. આઇ. એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એચ.અ.ન.રાયજાદા સહિતના સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

બાઇક ચોરીના ગુન્‍હામાં ફરાર રોનક પકડાયો

તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીના ગુન્‍હામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર શખ્‍સ કુવાડવા રોડ પાસે હોવાથી ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. અમીતભાઇ, કિરતસિંહ, અને નગીનભાઇને બાતમી મળતા ગ્રીનલેન્‍ડ ચોકડી પાસેથી રોનક વાલજીભાઇ રાખોલીયા (ઉ.ર૬) (રહે. સુરત) ને પકડી લીધો હતો રોનક સીસીટીવી કેમેરા ફીટીંગનું કામ કરે છે. તે અગાઉ સાત વાહન ચોરીના ગુન્‍હા પકડાઇ ચુકયો છે આ કામગીરી પી. આઇ. વાય.બી.જાડેજા તથા જોવી. ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.જે. હુણ, એ.એસ.આઇ.ઘનશયામભાઇ, હેડ, કોન્‍સ અમીતભાઇ, કીરતસિંહ, નગીનભાઇ, સંજયભાઇ, અને પ્રદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(4:01 pm IST)