Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

પૂ. ઘીરગુરૂદેવના સાંનિધ્‍યે

વિરાણી બહેરા-મૂંગા શાળા નવનિર્માણ-શિલાન્‍યાસ સમારોહ યોજાયો

સમાજના કાર્ય કરવા નિસ્‍પૃહતા જરૂરી છેઃ પૂ. ધીરગુરૂદેવ

રાજકોટ તા. ર૩ :.. છગનલાલ શામજી વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્‍ટના ઉપક્રમે ઓમાનવાલા જૈન ભવન હોલમાં પ્રેરણાદાતા પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં તા. રર ના સવારે ૧૦ થી ૧ર કલાકે નૂતનીકરણ-શિલાન્‍યાસ સમારોહ ઉદ્યોગપતિ ઇન્‍દુભાઇ વોરાની અધ્‍યક્ષતામાં યોજાયેલ.
કુમારિકાઓના હસ્‍તે તિલક વિધી બાદ પૂ. ગુરૂદેવના મંગલાચરણ પછી પ્રમુખ રજનીભાઇ બાવીસીએ સહુને આવકાર્યા હતાં. ડો. નરેન્‍દ્રભાઇ દવેએ સંસ્‍થાનો પરિચય અને પરાગ ઉદાણીએ નવનિર્માણનો સ્‍લાઇડ શો રજૂ કરેલ.
મુખ્‍ય મહેમાન રાજેશભાઇ વિરાણી, મનેશભાઇ મડેકા, મહેન્‍દ્રભાઇ વોરા, જીતુભાઇ બેનાણી, જગદીશભાઇ ભીમાણી તેમજ મોહિત ઝાલા, કનુભાઇ બાવીસી, જે. એમ. પટેલ, ટી. આર. દોશી, મુકેશભાઇ દોશી, જિગરભાઇ વારીઆ, તેમજ ટ્રસ્‍ટીગણના હસ્‍તે દાતાનું સન્‍માન અને શિલાન્‍યાસ વિધિ કરવામાં આવેલ.
શાસનપ્રગતિ ચાતુર્માસ પ્રવેશોત્‍સવ અંકની બાલાજી ગ્રુપ લોકાર્પણ વિધિ હરેશભાઇ વોરા, સતીશભાઇ મહેતા વગેરેના હસ્‍તે કરાયેલ. આશરે ૧૦ કરોડના નવનિર્માણમાં છગનલાલ શામજી વિરાણી, શશીકાંત જી. બદાણી, રંગીલદાસ વારીઆ, વોરા વેલ્‍ફેર ફાઉન્‍ડેશન, રોલેકસ રીંગ્‍સ લિ., દયાબેન ગીરજાશંકર શેઠ ટ્રસ્‍ટ, હાર્દિકા જગદીશ ભીમાણી, ડો. પી. વી. દોશી, સિધ્‍ધિ વિનાયક મોટર્સ -ઝાલા પરિવાર, અજમેરા પરિવાર, ટોલીયા પરિવાર વગેરેના યોગદાનથી ૬ કરોડનું ફંડ થવા પામેલ.
સાધ્‍વીજી પૂ. સ્‍મિતાજી મ.સ., પૂ. નયાનજી મ.સ.પૂ. પદ્માજી મ.સ., પૂ. જિજ્ઞાજી મ.સ. બિરાજીત હતાં.
સમારોહ મધ્‍યે પૂ. ધરગુરૂદેવે જણાવેલ કે, સમાજના કાર્ય કરવા નિસ્‍પૃહતા જરૂરી છે. તેમ દાતાઓએ પણ અનાશકત બનીને સમાજના કાર્યમાં સહભાગી બનવાથી અનેકના લાભનું કારણ બને છે. વધુમાં કહેલ કે તંદુરસ્‍તીમાં કરેલ દાન સોના જેવું, માંદગીમાં કરેલું દાન ચાંદી જેવું અને મૃત્‍યુ પછી કરેલ દાન સીસા જેવું છે.
પૂ. સ્‍મિતાજી મ.સ. એ કહેલ કે વર્ષો જૂની જગ્‍યાઓમાં નવનિર્માણ થવાથી સમાજને અનેક રીતે સ્‍થાનો ઉપયોગી બનશે. સૂત્ર સંચાલન નેન્‍સી વોરા અને આભાર દર્શન દર્શી વોરાએ કરેલ.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ રજનીભાઇ બાવીસીના નેતૃત્‍વમાં પ્રવિણભાઇ ધોળકીયા, ડો. નરેન્‍દ્ર દવે, હંસીકાબેન મણીયાર, પ્રશાંત વોરા, વગેરે તેમજ પંકજ મૂછળ, શિક્ષક વર્ગ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

 

(3:39 pm IST)