Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

તમામ રહેણાંક અને વાણિજ્‍ય મિલકતોના / જીઓ ટેગીંગ માટે ફરી ડોર ટુ ડોર સર્વે શરૂ

અગાઉની ૧.૩૦ લાખ મીલ્‍કતોની એન્‍ટ્રી રદ્દ કરતા મ્‍યુ. કમિશનર : બે-ત્રણ વર્ષ પહેલા કરાયેલ સર્વેમાં મિલકતોની અધુરી વિગતો એજન્‍સીએ રજૂ કરતા ફરી બધી ૫.૩૦ લાખ મિલકતોનો સર્વે કરવાનો આદેશ અપાયો

રાજકોટ તા. ૨૩ : રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ સ્‍માર્ટ સીટી ડેવલોપમેન્‍ટ લિમિટેડ દ્વારા શહેરની ૫.૩૦ લાખ તમામ રહેણાંક અને વાણિજ્‍યક મિલકતોના જીઓ ટેગીંગ માટે ડોર ટુ ડોર સર્વે ફરી શરૂ કરવામાં આવ્‍યો છે.

રાજકોટ નકશા પર તમામ મિલકતોનો સચોટ નકશો બનાવવાના હેતુથી મહાનગરપાલિકા દ્વારા સ્‍માર્ટ સીટી પ્રોજેકટ હેઠળ બે-ત્રણ વર્ષ પહેલા શહેરની તમામ રહેણાંક અને કોમર્શિયલ મિલકતોને જીઓ ટેગીંગ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ત્‍યારે કરાયેલ સર્વેમાં ૧.૩૦ મિલકતોની અધુરી વિગતો એજન્‍સી દ્વારા રજુ કરવામાં આવતા આ તમામ મિલકતોની એન્‍ટ્રી મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા રદ્‌ કરી એજન્‍સીને ફરી તમામ મિલકતોનો સચોટ સર્વે કરવા આદેશ આપવામાં આવ્‍યો છે.

ભારત સંચાર નિગમ લીમીટેડ (BSNL) અને એમનેક્‍સ પ્રા.લી.ને રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર જીઓ - સક્ષમ પ્રોપર્ટી ટેટીંગ સર્વે કરવા માટેનું કામ સોંપેલ છે. આ એજન્‍સી દરેક મિલકત (રહેણાંક તેમજ વાણીજિયક)ની મુલાકાત લેશે અને પ્રોપર્ટી વેરાબિલ અથવા રસીદ (પ્રોફેશનલ્‍સ ટેક્ષ બીલ અથવા રસીદ) નળ જોડાણ બિલ અથવા વીજળી બિલ, માલિક અથવા ભાડુતોની વિગતો તેમજ મિલ્‍કત સંબંધિત અન્‍ય વિગતો જેવી કે પરવાનગી, કમ્‍પ્‍લીશન સર્ટીફીકેટ, સીટી સર્વે નંબર, ટી.પી. અંતિમ પ્‍લોટ નંબર, પ્રોપર્ટીના અક્ષાંશ અને રેખાંશની નોંધ માટે તેમના મોબાઇલમાં એપ્‍લીકેશન ઉપલબ્‍ધ હશે. જેમાં આ તમામ વિગતો નોંધ કરવામાં આવશે.

(4:14 pm IST)