Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કસ્‍તુરબા હાઇસ્‍કુલનું પ્રેરક કાર્યઃ વેકેશનમાં પણ ધો. ૧૦- ૧૨નું શૈક્ષણિક કાર્ય ચાલુ

રાજકોટઃ મહાત્‍મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રી કસ્‍તુરબા હાઇસ્‍કુલ રાજકોટના ઇનચાર્જ આચાર્ય ડો. જલ્‍પાબેન ચાવડા અખબારી યાદીમાં જણાવે છે.  કે, સંસ્‍થાના ટ્રસ્‍ટી ડો.અલ્‍પાબેન એલ.ત્રિવદીના માર્ગદર્શન હેઠળ એક  નવતર પ્રયોગ હાથ ધર્યો છે. અને આ કાર્યમાં એમને અદ્‌ભૂત સફળતા મળી છે. કોરોનાને કારણે સમાજના લગભગ બધા જ ક્ષત્રોને ખૂબ નૂકસાન પહોચ્‍યું છે.  એમાં શિક્ષણ જગત પણ બાકાત રહ્યું નથી. કદાચ કહી શકાય કે સૌથી મોટું નુકસાન વિદ્યાર્થીઓને થયુ છે,તેઓ ભણતરમાં  ઘણા પાછળ રહી ગયા  છે તો આ નુકસાનનીને ભરપાઇ કરવાના ઇરાદે આચાર્યશ્રી એ વેકેશન દરમ્‍યાન પણ શાળામાં અભ્‍યાસ કાર્યચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

શાળાનો ઇન્‍ચાર્જ  આચાર્ય સ્‍વયં ધોરણ-૧૦/ ધોરણ-૧૨ ની વિદ્યાર્થીઓ ને વેકેશન શરૂ થયાના પહેલા દિવસથી જ એટલે કે ૯ મેના રોજથી જ ભણાવે છે.  અને શાળામાં જુદા જુદા વિષયો પરના નિષ્‍ણાંતોને  બોલાવીને વિદ્યાર્થીઓએ ને મોટિવેટ કર્યા છે, સમાજમાં આ નવતર પ્રયોગ આવકારવા યોગ્‍ય છે. જયારે વકેશનમાં લોકો બહાર ફરવાકે મામાના ઘેરે જવાનું પસંદ કરે છે. ત્‍યારે શ્રી કસ્‍તુરબા હાઇસ્‍કુલની વિદ્યાર્થીનીઓએ વેકેશનમાં પણ ભણવાની મોજ માણવાનું પસંદ કર્યુ છે,

(3:15 pm IST)