Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

લાફીંગ કલબનો સ્‍થાપનાદિન

 ન્‍યુ બાલમુકુંદ લાફીંગ ક્‍લબના બારમાં સ્‍થાપના દિનની ઉજવણી આમંત્રિત મહેમાનો તથા લાફીંગ કલબના સભ્‍યોની હાજરીમાં બાલમુકુંદ ગાર્ડનમાં કરવામાં આવેલ. આ પ્રસંગે રાજકોટ ડીસ્‍ટ્રીકટ લાફીંગ કલબ કમીટીના જનરલ સેક્રેટરી અરવિંદભાઇ વોરા અતિથી વિશેષ તરીકે હાજર રહ્યા છે. પુષ્‍પ ગુચ્‍છથી બહુમાન કરાવ્‍યુ હતું. કાર્યક્રમનું સંચાલન કન્‍વીનર પ્રતાપભાઇ જાનીએ કર્યુ હતુ. પુજારાભાઇનું ૫૩ વર્ષની મેરેજ એનીવર્ષરી અંતર્ગત બહુમાન કરવામાં આવેલ.

(3:12 pm IST)