Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

માણસ જન્‍મથી નહીં, કર્મથી મહાન : ડો. જગદીશ ત્રિવેદી

રાજકોટ નાગરિક બેંક યોજીત વાચન પરબમાં ‘મધુશાલા'ની ભાવયાત્રા

રાજકોટ  : સામાજીક ઉત્તરદાયીત્‍વના ભાગરૂપે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ચાલી રહેલ વાંચન પરબ શૃંખલા અંતર્ગત ૫૫ મો મણકો તાજેતરમાં યોજાયો હતો. જેમાં હાસ્‍ય કલાકાર , હાસ્‍ય લેખક, નાટય લેખક, અભિનેતા ડો. જગદીશ ત્રિવેદીએ પદ્મભુષણ વિજેતા રાજય સભાના નોમીની મેમ્‍બર કવિ હરીવંશરાય બચ્‍ચનની ખ્‍યાતનામ રચના ‘મધુશાલા' ની ભાવયાત્રા કરાવી હતી. અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ડો. જગદીશ ત્રિવેદીએ મધુશાલાની ભાવયાત્રામાં સૌને રસતરબોળ કર્યા હતા. આ કવિતામાં કવિએ સમાજના દુષણને રજુ કરી સમાજના શોષણને ખુલ્લુ પાડયુ છે. માણસ જન્‍મથી નહીં કર્મથી મહાન હોવાની શીખ આ પુસ્‍તકમાંથી આપણને મળે છે. આ વાંચન પરબમાં શૈલેષભાઇ ઠાકર (ચેરમેન), જીમ્‍મીભાઇ દક્ષીણી (વાઇસ ચેરમેન), ડિરેકટરગણમાંથી નલિનભાઇ વસા (પૂર્વ ચેરમેન), જયોતિન્‍દ્રભાઇ મહેતા (પૂર્વ ચેરમેન અને ચેરમેન નાફકબ), જીવણભાઇ પટેલ, દિપકભાઇ મકવાણા, બાવનજીભાઇ મેતલિયા, દિનેશભાઇ પાઠક (કો-ઓપ્‍ટ.), વિનોદકુમાર શર્મા (સીઇઓ જનરલ મેનેજર), વિશેષમાં ગોપાલભાઇ માકડીયા (ચેરમેન વિજય બેંક), જય છનીયારા (દિવ્‍યાંગ હાસ્‍ય કલાકાર), સંજુ વાળા (કવિ), મિલન ત્રિવેદી (હાસ્‍ય કલાકાર), ચંદ્રેશભાઇ ગઢવી (લોકસાહીત્‍યકાર), જવલંત છાયા (રીપોર્ટર ચિત્રલેખા), તુષારભાઇ, આકાશભાઇ પંડયા (કથાકાર), રાજુભાઇ યાજ્ઞીક (ઉદ્દઘોષક આકાશવાણી)  ઉપરાંત વિવિધ શાખા વિકાસ સમિતિના કન્‍વીનર, સહ કન્‍વીનર, સદસ્‍યો, ડેલીગેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે ડીરેકટર દીપકભાઇ મકવાણા અને બાવનજીભાઇ મેતલીયાએ ડો. જગદીશ ત્રિવેદીને પુસ્‍તક - ખાદીનો રૂમાલ ભેટ આપી સન્‍માન કર્યુ હતુ. સમગ્ર સંચાલન ધનંજય દત્તાણીએ કરેલ

(3:05 pm IST)