Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

થાઈરોઈડના રોગનું પ્રમાણસ્ત્રીઓમાં વધુ જોવા મળે છે

૨૫ મે વિશ્વ થાઈરોઈડ-ડે:ભારતમાં અંદાજે ૪.૨ કરોડ લોકોને થાઈરોઈના જુદા- જુદા રોગઃ લોકજાગૃતિના અભાવે નિદાન- સારવારમાં ખૂબ મોડુ થાય છે

ભારતમાં અંદાજે ૪.૨ કરોડ લોકોને થાઈરોડના જુદા- જુદા રોગ છે. લોકજાગૃતિ અને આરોગ્‍ય વિષયક અજ્ઞાનતાના અભાવે થાઈરોડના રોગોના નિદાન અને સારવારમાં ખૂબ મોડું થાય છે.

રપ મે વિશ્વ થાઇરોઇડ ડે તરીકે ઉજવવામાં આવે છે. એનો હેતુ થાઈરોઈડના રોગ વિશે લોકજાગૃતિ કેળવવાનો છે, જેથી થાઈરોઇડ રોગોનું સમયસર નિદાન અને સારવાર થઇ શકે.

રાજકોટના સિનિયર પેથોલોજીસ્‍ટ ડો. રાજેન્‍દ્ર લાલાણી (મો.૯૮૨૫૧ ૯૫૬૦૨), પૂર્વ પ્રમુખ રાજકોટ આઇ.એમ.એ., પૂર્વ પ્રમુખ ગુજરાત રાજ્‍ય પેથોલોજીસ્‍ટ એન્‍ડ માઇકોબાયોલોજીસ્‍ટ એસોસિએશન અને ડી.એમ. એન્‍ડોકીનોલોજીસ્‍ટ ડો. હર્ષ દુર્ગીયા અને ડો. પંકિત કન્‍ડાઈ લાલાણીએ જણાવેલ છે કે ભારતમાં અંદાજે ૪.૨ કરોડ લોકોને થાઇરોઇડના જુદા-જુદા રોગ છે. લોકજાગૃતિ અને આરોગ્‍ય વિષયક અજ્ઞાનતાના અભાવે થાઈરોઇડના રોગોના નિદાન અને સારવારમાં ખુબ મોડું થાય છે.

થાઈરોઈડની ગ્રંથિ ગળાના ભાગે આવેલી છે, એ મોટાભાગના લોકોને ખબર છે. થાઈરોઈડની ગ્રંથિ માંથી T3 અને Thyroxin  (T4) hormone નોસ્ત્રાવ થાય છે અને શરીરની જરૂરિયાત અનુસાર લોહીમાં બંને hormone નું પ્રમાણ TSH (Thyroid Stimulating Hormone) નિયંત્રિત કરે છે. આમાં Thyroxine (T4) hormone વધારે અગત્‍યનો છે.

શરીરની ચયાપચયની ક્રિયાઓ (Metabolism)ને regulate કરવાનું કામ મહ્‌દઅંશે T4 hormone નું છે. આ hormoneનું વધારે પ્રમાણ હોય ત્‍યારે Hyperthyroidism  અને ઓછું પ્રમાણ હોય ત્‍યારે  Hypothyroidism ગણાય છે.

થાઈરોઈડના રોગનું પ્રમાણસ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. ખોરાકમાં આયાડિન ઉણપને કારણે થાઈરોઇડના રોગો જેવા કે ગોઈટર જોવા મળે છે.

થાઈરોઇડમાં નીચે મુજબના રોગ જોવા મળે છે.

 જન્‍મ જાત રોગ - કીટીનીજમ જેમાં જન્‍મથી થાઈરોઈડ હોર્માનનું પ્રમાણ ખૂબ ઓછું હોય અને સમયસર સારવાર ન કરવામાં આવે તો માનસિક અને શારીરિક ડેવેલોપમેન્‍ટની ખામી રહી જાય છે.

થાઈરોઈડ હોર્માનના રોગ

 આ  hormone ઓછુ પ્રમાણ હોય ત્‍યારે Hypothyroidism ગણાય છે.

 આ hormoneનું વધારે પ્રમાણ હોય ત્‍યારે Hypothyroidismગણાય છે.

ઓટો ઈમ્‍યુન રોગો

શરીર કોષો પોતાના જ થાઈરોઈડના કોષને તોડી નાખે તેને ઓટો ઇમ્‍યુન રોગો કહેવાય. જેવા કે હસીમોટોસ થાઈસેઇડાટીસ અને-ગ્રેવ ડીઝીજ.

ઈન્‍ફલેમેટરી રોગોઃ થાઈરોઇડાટીસ

થાઇરોઇડની સાદી તેમજ કેન્‍સરની ગાંઠો.

Hypothyroidism - હોર્મોનનું પ્રમાણ ઓછું હોય ત્‍યારે Hypothyroidism ગણાય.

જ્‍યારે શરીરની જરૂરિયાત કરતા ઓછા પ્રમાણમાં T4 (Thyroxin)નોસ્ત્રાવ થાય ત્‍યારે શરીરમાં ચયાપચયની ક્રિયાઓ (Metabolism) ખોરવાઈ જાય છે / ધીમી થઇ જાય છે. જેના કારણે વજન વધવું, થાક લાગવો, આંખની આસપાસ અને પગ ઉપર સોજા આવવા, હાર્ટના ધબકારા ધીમા થવા, અવાજ ઘોઘરો થવો, માસિકમાં અનિયમિતતા, વાળ ખરવા , ચામડી સૂકી થઈ જવી, ભૂખ ઓછી લાગવી, કબજિયાત થવી જેવી અનેક તકલીફો થાય છે. ગંભીર કેસમાં Senvere Depression કે Coma પણ થઈ શકે.

Hyperthyroidism હોર્મોનનું વધારે પ્રમાણ હોય ત્‍યારે Hyperthyroidism ગણાય. જયારે શરીરની જરૂરિયાત કરતા વધારે પ્રમાણમાં T4 (Thyroxin ) hormoneનોસ્ત્રાવ થાય ત્‍યારે શરીરમાં ચયાપચયની ક્રિયાઓ (Metabolism) ખોરવાઈ જાય છે/ વધી જાય છે. જેના કારણે વજનમાં ઘટાડો, ધબકારા વધવા, ગેઈટર, હાથમાં ધ્રુજારી ખૂબ થાક લાગવો, ઝાડા થઈ જવા, હાયપરએકટીવીટી, ગરમી સહન ન થવી. પરસેવો વળવો, માસિકમાં અનિયમિતતા, કામવાસનામાં ઘટાડો થવો.

સમયસર થાઈરોઈડના રોગના નિદાન માટે થાઈરોડના સુપર સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડોકટર ડી.એમ. એન્‍ડોક્રીનોલોજીસ્‍ટ અને ઈ.એન.ટી. સર્જનના માર્ગદર્શન હેઠળ સોનોગ્રાફી તેમજ લોહીના રીપોર્ટ જેવા કે T3, T4, TSH, FREET3, FREET4, TPO ANTIBODY & Tg નિયમિત રીતે કરાવવા જોઈએ.(૩૦.૩)

ડો.રાજેન્‍દ્ર લાલાણી

(મો.૯૮૨૫૧ ૯૫૬૦૨), એમ.ડી. (પેથોલોજીસ્‍ટ)

ડો.હર્ષ દુર્ગીયા,

ડી.એમ. (એન્‍ડોક્રીનોલોજીસ્‍ટ),

ડો.પંકિત કન્‍હાઈ લાલાણી,

 ડી.એમ. (એન્‍ડોક્રીનોલોજીસ્‍ટ)- SR-1

(3:04 pm IST)