Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

૭૭ હજારના દારૂના ગુનામાં ફરાર હિપાલ ઉર્ફ લાખો પકડાયો

માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને ટીમે પકડયોઃ અગાઉ ધર્મેશ પકડાયો હતો

રાજકોટ તા. ૨૩: માલવીયાનગર પોલીસે અગાઉ નાના મવાના ધર્મેશ ઉર્ફ લાલો કમલેશભાઇ ભોજાણીને રૂા. ૭૭૫૦૦ના દારૂ ભરેલી કાર સાથે પકડી લઇ રૂા. ૨,૭૭,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ ગુનામાં નામ ખુલતાં ભાવનગર રોડ પીટીસી સામે ગંજીવાડા-૨૬માં રહેતો હિપાલ ઉર્ફ લાખો દેવજીભાઇ ગોહેલ (ઉ.૩૨) ફરાર થઇ ગયો હતો. તેને કોન્‍સ. મહેશ ચાવડા અને અંકિત નિમાવતની બાતમી પરથી પકડી લેવાયો છે.

આરોપી હિપાલ ઉર્ફ લાખો અગાઉ થોરાળાના દારૂ-ધમકીના એક ગુનામાં અને એ-ડિવીઝનના જાહેરનામા ભંગના એક ગુનામાં પોલીસ ચોપડે ચડયો હતો. જ્‍યારે ધર્મેશ ઉર્ફ લાલા વિરૂધ્‍ધ રાજકોટ-અમરેલીમાં દારૂના ચાર ગુના નોંધાયા હતાં. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્‍સ. મસરીભાઇ ભેટારીયા, દિગપાલસિંહ જાડેજા, અજયભાઇ વિકમા, કોન્‍સ. કુલદિપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, હિરેનભાઇ સોલંકી, હિતેષભાઇ અગ્રાવતે આ કામગીરી કરી હતી.

(4:44 pm IST)