Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કપાસ બાદ એરંડાના ભાવ સર્વોચ્‍ચ સપાટીએ

રાજકોટ યાર્ડમાં એરંડા એક મણના ૧૫૧૧ રૂા.ના એૈતિહાસિક ભાવે સોદા પડયા

રાજકોટ, તા., ૨૩: ચાલુ વર્ષે કપાસના ભાવ એૈતિહાસિક સપાટી સર કર્યા બાદ આજે એરંડાના ભાવે પણ સર્વોચ્‍ચ સપાટી સર કરી હતી.

રાજકોટ યાર્ડમાં આજે એરંડાની ૪૨૧ કવીન્‍ટલની આવક હતી અને એરંડા એક મણના ભાવ ૧૪૦૦ થી ૧૫૧૧ રૂા.ના ભાવે સોદા પડયા હતા. બેસ્‍ટ કવોલીટીના એરંડા એક મણનો ભાવ ૧૫૧૧ રૂા. ઓલ ટાઇમ હાઇ સપાટી હોવાનું વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું.ગત વર્ષે એરંડા એક મણના ભાવ ૧૧૦૦ થી ૧૨૫૦ રૂા. હતા અને ચાલુ વર્ષે  એરંડાના ઉંચા ભાવ મળતા ખેડુતો ખુશખુશાલ  છે. ચાલુ વર્ષે એરંડાનું વાવેતર ઓછુ થતા ડીમાન્‍ડ સામે હાજર માલની ખેંચના કારણે એરંડાના ભાવો સતત વધી રહયા છે. આગામી દિવસોમાં હજુ પણ નવી ભાવસપાટી જોવા મળે તો નવાઇ નહી તેમ વેપારી સુત્રોએ ઉમેર્યુ હતું.

ચાલુ વર્ષે ખેડુતોને કપાસ બાદ એરંડાના ભાવો પણ ઉંચા મળતા ખેડુતોમાં ખુશાલી વ્‍યાપી ગઇ છે.

(4:24 pm IST)