Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

બંધન બેંકની લોન ચુકવવામાં નિષ્‍ફળ ગયેલ બાકીદારની મિલ્‍કતનો કબજો સોંપી આપવા હુકમ

સરફેસી એકટ હેઠળ થયેલ કાર્યવાહીમાં કોર્ટે પોલીસ બંદોબસ્‍ત સાથે બાકીદારની મિલ્‍કતનો કબજો લેવા કાર્યવાહી

રાજકોટ, તા.૨૩: અત્રે બંધન બેંક લીમીટેડની લેણી રકમ વસુલાત માટે સરફેસી એકટ તળે રાજકોટની ચીફ કોર્ટ દ્વારા અરજદાર બેંકને કોર્ટ કમિશનર તથા પોલીસ બંદોબસ્‍ત સાથે મિલ્‍કતનો કબજો સોંપી અપાવવાનો હુકમ કોર્ટ ફરમાવેલ હતો.

અરજદાર બેંક પાસેથી જયેશભાઇ ભિખુભાઇ વાગડીયા, દ્વારા સીકયોર્ડ હોમ લોન મેળવી, લોનનાં હપ્તા ચુકવવામાં ઠાગા ઠૈયા કરતા હોય, જેઓના રૂપિયા ૨,૯૨,૪૧૭,૨૩ રકમ બાકી લેણા પેટે નીકળતી હોય, બાકીદાર લોન ચૂકવવામાં નિષ્‍ફળ ગયેલ હોય, જેથી બેંક દ્વારા સરફેસી એકટ -૨૦૦૨ તળે કોર્ટમાં બાકીદારની મિલ્‍કતનો કબજો મેળવવા અરજી કરેલ, જે અરજી ચાલી જતા રાજકોટની ચીફ કોર્ટના જજ શ્રી એસ.વી.મનસુરી દ્વારા બાકીદારની મિલ્‍કતો કબજો અરજદાર બેંકને સોંપવા હુકમ ફરમાવેલ હતો.

આમ છતાં બાકીદારે લોન ચૂકવવા કોઇ દરકાર લીધેલ ન હોય, બેંકમાંથી લોન લઇને હપ્‍તા ના ભરવાની લોકોની માનસિકતા તથા વર્તન સામે દાખલારૂપ હુકમ કરી તથા કોર્ટના હુકમની અમલવારી માટે કોર્ટ કમિશનર તથા પોલીસ બંદોબસ્‍ત સાથે ઉપરોકત બાકીદારની મિલ્‍કતનો કબજો સોંપી નોંધવા લાયક દાખલો બેસાડેલ હતો.

આ કામે અરજદારે બંધનબેંક તરફે એડવોકેટ મોહીત ડી.લીંબાસીયા, હીરેન એચ.પંડયા અને ચીરાગ એચ.પરમાર, હીમાંશુ પરમાર, વિવેક સંચાણીયા તથા જીજ્ઞેશ કલસારીયા રોકાયેલ છે.

(12:43 pm IST)