Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

બેડીમાં ‘તારા બાપુજી અગાસીએથી ડોકા કાઢે છે'...કહી અજયને રોહિતે ધોકાથી ફટકાર્યો

રાજકોટ તા. ૨૩: બેડી હડમતીયા ગામે રહેતાં અજય ભાનુભાઇ જોગડીયા (ઉ.૨૩)ને સાંજે આઠેક વાગ્‍યે પડોશી રોહિત કોળી અને અજાણ્‍યાએ મળી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
અજય બેડીની કાપડાની કંપનીમાં નોકરી કરે છે. તેણે કહ્યું હતું કે સાંજે વાળુ કરીને મારા બાપુજી અમારી અગાસીએ હવા ખાવા ગયા હતાં. એ વખતે પડોશી રોહિતે દેકારો કરી ગાળાગાળી ચાલુ કરતાં પોતે તેને શું થયું છે? તેમ પુછવા જતાં રોહિતે ‘તારા બાપુજી અગાસીએથી અમારા ઘરમાં ડોકીયા કરે છે' તેવો આરોપ મુકી ઝઘડો કરી મારા પર ધોકાથી હુમલો કર્યો હતો. અજયના કથન અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(11:10 am IST)