Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ડબલ ટ્રેકની કામગીરી ના લીધે 24મી મે ના રોજ ઓખા-ભાવનગર એક્સપ્રેસ વગડિયા સ્ટેશન પર નોન-પ્લેટફોર્મ લાઇન પર આવશે

        રાજકોટ રેલવે ડિવિઝનના રાજકોટ-સુરેન્દ્રનગર સેક્શનમાં આવેલા વગડિયા સ્ટેશન પર ડબલ ટ્રેક ની કામગીરી માટે 24 મે, 2022 ના રોજ લાઇન નંબર 1 અને 2 પર બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર પ્લેટફોર્મ નં 1 લાઇન નં 1 પર હોવાના લીધે બ્લોક ના કારણે 24મી મે, 2022ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નં 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ વગડિયા સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 ના બદલે નોન-પ્લેટફોર્મ લાઇન પર આવશે. રેલવે તંત્ર મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ દિલગીર છે.

 

(4:39 pm IST)