Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

રાજકોટમાં ભરઉનાળે બેફામ પાણી ચોરી થતી હોવાનું સામે આવતા મનપાની ટીમ ફૂલ એક્શન મોડમાં આવી

મનપા દ્વારા 700થી વધુ ઘરે ચેકિંગ દરમિયાન સાત સ્થળે પાણી ચોરી મળી : તંત્રએ ઘરમાલિકોને 10 હજારથી વધુનો દંડ વસૂલ કર્યો હતો

રાજકોટમાં ભરઉનાળે બેફામ પાણી ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. મનપાની ટીમ ફૂલ એક્શન મોડમાં જોવા મળી હતી. મનપા દ્વારા 700થી વધુ ઘરે ચેકિંગ દરમિયાન સાત સ્થળે પાણી ચોરી મળી આવી હતી. જેથી તંત્રએ ઘરમાલિકોને 10 હજારથી વધુનો દંડ વસૂલ કર્યો હતો.

પાણી ચોરી રોકવા માટે મનપાની ટીમે શહેરનાં 18 વોર્ડમાં કાર્યવાહી હાથ ધરી હતી.

તંત્રએ ઘરોમાં ચેકિંગ દરમિયાન બે ઈલેકટ્રિક મોટર જપ્ત કરી ત્રણ લોકોને નોટિસ ફટકારી હતી

(3:10 pm IST)