Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

સમય પાબંદીની ઐસીતૈસી કરનાર ૬૦ લોકોને પોલીસે 'લોકઅપ' દેખાડી

રાજકોટ, તા. ર૩: કોરોના મહામારી અંતર્ગત લોકડાઉનનો પોલીસ પાલન કરાવી રહી છે, પરંતુ સાંજે સાત વાગ્યા પછી કારણ વગર વાહન લઇને નિકળેલા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગઇકાલે રાત્રે કારણ વગર બહાર નીકળેલા ૬૦ લોકોને પોલીસે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જેમાં એ-ડીવીઝન પોલીસે પેલેસ રોડ પર માસ્ક પહેર્યા વગર નીકળેલા મયુર નટવરલાલ તન્ના, તથા રામનાથપરા ગરૂડ ગરબી ચોક પાસેથી ધર્મેશ કાન્તીલાલ પારેખ, રવિ રતીલાલભાઇ ભાલોડીયા, સુમીત મનોજભાઇ ભાદાણી, પેલેસ રોડ પર પ્રહલાદ પ્લોટ શેરી નં. ૩માંથી જયેશ પ્રફુલભાઇ રાણપરા, ભુતખાના ચોકમાંથી અજય ચમનભાઇ સરવૈયા, મક્કમ ચોકમાંથી નયન ભરતભાઇચાવડા, તથા બી-ડીવીઝન પોલીસે સંતકબીર રોડ યાર્ડના નાલા પાસેથી નરેન્દ્ર દુદાભાઇ સાગઠીયા કારણ વગર બીજી વખત બહાર નીકળનાર કિરીટ ઉર્ફે બેરીયો (રહે. લાલપરી બાપા સીતારામ સોસાયટી)ને તથા થોરાળા પોલીસે ભાવનગર રોડ ગંજીવાડાના નાકા પાસેથી ગૌતમ ભરતભાઇ ભટવારા, અજય ભાણાભાઇ શિયાળ, તથા ભકિતનગર પોલીસે નંદા હોલ પાસેથી સંજય વસંતભાઇ કકક્ક, સહિષ્ણુ મહેન્દ્રભાઇ પંડયા, જીજ્ઞેશ નરેશભાઇ ચાવડીયા, આકાશ શ્રેયાંશભાઇ પંડયા તથા કુવાડવા રોડ પોલીસે જોરૂ દેવાયતભાઇ ચાંડસુરા, સોખડા ચોકડી પાસેથી નવધણ નથુભાઇ મારસુણીયા, વિક્રમ રામજીભાઇ બાદુકીયા, રવિ જોરૂભાઇ ખાચર, સતીષ મયજીભાઇ મુંધવા, ભુપત પાંચાભાઇ મુંધવા, રાયધન કેશુભાઇ જીંજવાડીયા, રાજુ જેશીંગભાઇ જીંજવાડીયા, મયુર દડુભાઇ ઉધરેજીયા, રાહુલ મનસુખભાઇ વાલાણી, ધર્મેશ સામતભાઇ સાબળીયા, મયુર ચમનભાઇ ચૌહાણ, સંજય સવાભાઇ માંગરોલીયા, સની દિલીપભાઇ વાંસફોડા, રામા રણછોડભાઇ ડાભી, અર્જુન રમેશભાઇ લકુમ, વિશાલ મનસુખભાઇ વાલાણી, પરેશ લક્ષ્મણભાઇ સોલંકી, પ્રકાશ ધનાભાઇ મેર, પ્રકાશ પ્રહલાદભાઇ સાંસફોડા, મેહુલ રમેશભાઇ ધાડવી, રાહુલ ભરતભાઇ કાનાણી, તથા આજીડેમ પોલીસે આજીડેમ પોલીસ સ્ટેશન સામેથી ધર્મેશ નટુભાઇ નારીગરા, ભાવિક છગનભાઇ રાવલ, તથા માલવીયાનગર પોલીસે ગુરૂજીસાદ ચોક પાસે ગુજરાત સરકારની ગાઇડ લાઇન મુજબ શહેરના સક્ષમ અધિકારીઓ દ્વારા નક્કી કર્યા મુજબ એકી નંબર વાળી દુકાનો એકી તારીખે તથા બેકી નંબરવાળી દુકાનો તથા મલ્ટીયલ નંબર વાળી દુકાનો બેકી તારીખે ખુલ્લી રાખવા સૂચના છતાં પટેલ સાયકલ વલ્ડ નામની દુકાન એકી નંબરમાં આવતી હોઇ છતા ખુલ્લી રાખતા પ્રકાશ વલ્લભભાઇ ઝાલાવડીયા સામે કાર્યવાહી કરી હતી. તથા અમીન માર્ગ મેઇન રોડ પરથી પીયુષ રઘુભાઇ સોહલા, રામજી ઘુઘાભાઇ, ભોલો ધીરૂભાઇ સોહલા અને નવધણ ધીરૂભાઇ સોહલા, પંચવટી મેઇન રોડ પરથી દર્શન અશોકભાઇ ભલાણી, તથા ગાંધીગ્રામ પોલીસે આમ્રપાલી ફાટક પાસે દુકાન ખુલ્લી રાખી વસ્તુનું વેચાણ કરનાર કિરીટ વ્રજલાલભાઇ રાયઠઠ્ઠા, તથા તાલુકા પોલીસે રસુલપરામાં પાનની દુકાન ખુલ્લી રાખતા સબ્બીર હુસેન અમીરમીંયા કાદરી, અતુલ પ્રભુદાસભાઇ ગોંડલીયા, તથા પુનિતનગરના ટાંકા પાસેથી હસમુખ મોહનભાઇ વેકરીયા, પ્રતિક રમેશભાઇ વઘાસીયા તથા યુનિવર્સિટી પોલીસે હીરા વાલાભાઇ ડોંડા, ગોપાલ ભનાભાઇ કિહલા, આકાશવાણી ચોક પાસેથી સતીષ ઉર્ફે ભુરો રસીકભાઇ વિસાણી, મનીષ ગીરીશભાઇ પાઉ, તથા રૈયાધાર મફતીયાપરામાંથી દિલીપ નાનજીભાઇ રાઠોડ, હિતેષ ગોવિંદભાઇ બારીયા, રતી મુળજીભાઇ કમરની ધરપકડ કરી હતી.

(3:34 pm IST)