Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

રાજકોટના ડો. ભાગ્યશ્રી શેઠની ગેમને પ્લેસ્ટોરમાં સ્થાન

રાજકોટઃ મોદી સરકારના સૌથી સફળ અભિયાન સ્વચ્છ ભારત અભિયાનના અત્યંત લોકપ્રિય નીવડેલ સૂત્ર ''એક કદમ સ્વચ્છતા કી ઓર''ના આપનાર રાજકોટના ડો. ભાગ્યશ્રી શેઠ હાલના લોકડાઉનનો સદ્દપયોગ કરી દુનિયાભરમાં વખણાતી ગેલેકસી રેન્જની રમતોમાં અન્ય એક ગેમ નામે ''ગેલેકસી સ્ટાર શૂટર'' બનાવતા સારો પ્રતિસાદ આપી 'િંંંશ્રિંફૂ' એ તેના પ્લેસ્ટોરમાં આ ગેમ મુકેલ છે. ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. ડો. ભાગ્યશ્રી શેઠની આ રમત બાળકોથી લઇ વૃદ્ધો સુધીના દરેક ઉંમરના લોકોમાં અત્યંત લોકપ્રિય થઇ રહી છે. ડોકટર ભાગ્યશ્રીની કંપની 'સ્પ્લેન્ડીંડ ક્રાફટ' આ અગાઉ પણ અન્ય ર ગેમ્સ નામે ક્રેજી મેજ પણ ડેવલપ કરેલ છે.

(3:28 pm IST)