Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

મોદી સ્કુલમાં ફી પ્રશ્ને NSUI યુવક કોંગ્રેસનું હલ્લાબોલ : રાજદીપસિંહ સહિત ત્રણની અટકાયત

રાજકોટ : લોકડાઉનમાં સરકારનો આદેશ વિરૂધ્ધ વાલીઓ પાસેથી ફી ઉઘરાવતી મોદી સ્કુલ સામે આજ ફી NSUI અને યુવક કોંગ્રેસે ઉગ્ર દેખાવો કરતા ડો. રાજદીપસિંહ જાડેજા સહિત ત્રણની અટકાયત કરવામાં આવી છે.  સરકાર ના હુકમ અને જીલ્લા શિક્ષણ અદ્યીકારી દ્વારા લોકડાઉન સમયમાં સ્કુલ એ ફિ ઉદ્યરાણી ના કરવી છતા મોદી સ્કુલ દ્વારા નિયમને ઘોળી ને પી ગયા હોવાથી રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આ પ્રથમ ત્રણ વખત જીલ્લા શિક્ષણ અધીકારીને આવેદન અને અલ્ટીમેટમ આપવામા આવેલુ ત્યારે મોદી સ્કુલ દ્વારા ઉપજાવી કાઢેલુ અમારા શિક્ષકો દ્વારા ફી માટે ફોન કરવામાં આવેલ છે પછી હવે મોદી સ્કુલ દ્વારા મેઇલ કરી ફી ની ઉઘરાણી કરી રહ્યાની ફરીયાદ રાજકોટ કોંગ્રેસ ને મલતા આજે પારીજાત મોદી સ્કુલ એ ઉગ્ર રજુઆત સાથે સ્કુલ નો ઘેરાવ કરેલ ત્યાથી પોલીસ દ્વારા ત્રણ કોંગ્રેસી કાર્યકરો ને ડિટેંન કરવામા આવેલ તે સમયની તસ્વીર. રાજદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા રવી જીતીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:27 pm IST)