Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ખુનની કોશીષના ગુન્હામાં આરોપીઓને જામીન : ડીડી અને એફઆઇઆરમાં વિસંગતતા હોવાની દલીલ

રાજકોટ, તા., ર૩:  રાજકોટ તાલુકાના કાગદડી ગામની સીમમાં પી.પી.ફુલવાળા દીપકભાઇની વાડીમાં દાનાભાઇ પઢીયાર રહેતા હતા. ત્યારે રાત્રીના સમયે બુકાની બાંધેલા વ્યકિતઓ ત્યાં આવેલા અને દાનાભાઇ જાગી જતા હાથાપાઇ થતા એક ઇસમે તેમની પડખાના ભાગમાં છરી મારી દીધેલ અને ત્યાંથી ભાગી ગયેલ. આ બનાવ અંગે ફરીયાદીની ફરીયાદ તેમજ ડાઇંગ ડેકલેરેશન લેવામાં આવેલ. આરોપી અજય ભીખા, ગોપાલ સાડમીયા તથા ભીખા જખાણીયા વતી ચીમન સાંઠમીયા તથા ઉષાબા ઝાલા (જાડેજા) રોકાયેલ. એડવોકેટ ઉષાબા ઝાલાએ એવો બચાવ લીધેલ કે ડીડી અને એફઆઇઆરમાં બંન્નેમાં વિગતો જુદી જુદી છે. આરોપીઓ ફરીયાદીને ઓળખતા નહોતા તેથી તેમને મારી નાખવાનો ઇરાદો નહોતો. જે ઇજા પેટના ભાગે થયેલ તે ઇજા કલમ ૩ર૬ના વ્યાપમાં આવી શકે છે. આમા કલમ ૩૦૭ના તત્વો પ્રથમ દર્શને દેખાતા નથી. ફરીયાદમાં અને ડીડીમાં જુદી જુદી વિગતો બતાવેલ છે. અદાલતે એડવોકેટ ઉષાબા ઝાલા (જાડેજા)ની દલીલને લક્ષમાં લઇ આરોપીને જામીન પર છોડેલ છે.

આ કેસમાં ડીડી અંગે એડવોકેટશ્રીએ ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો ટાંકીને જણાવેલ કે આ ડીડી પુરાવાનો કાયદા મુજબ ગ્રાહ્ય નથી.

(2:42 pm IST)