Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

રાજકોટને એર તથા રેલ કનેકટીવીટીથી ત્વરીત જોડોઃ ગ્રેટર ચેમ્બરની રજૂઆત

રાજકોટ,તા.૨૩: લોકડાઉન હળવુ થતા રેલ તથા એર કનેકટીવીટીમાં છુટછાટ અપાઈ રહી છે. તેના ભાગરૂપે ગુજરાતના માત્ર એક જ શહેરને રેલ તથા એર કનેકટીવીટીથી જોડવામાં આવનાર છે. ત્યારે સૌરાષ્ટ્રના વડા મથક સમાન ઔદ્યોગીક શહેર રાજકોટને પણ સમગ્ર રાષ્ટ્રમાં અહીંના ઉત્પાદનો વેચાણ થતા હોય, ઉદ્યોગીક પ્રોડકટના માર્કેટીંગ અર્થે જવા આવવાનું રહેતુ હોય ત્વરીત રેલ અને એર કનેકટીવીટીથી જોડવા ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા એવીએશન અને રેલમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ છે.

આ રજુઆત અંગે સૌરાષ્ટ્રના સર્વે લોકપ્રતિનિધીઓ મોહનભાઈ કુંડારીયા- રાજકોટ, રાજેશ સોલંકી- જુનાગઢ, શ્રીમતી પુનમબેન મા ડામ- જામનગર, રમેશભાઈ ધડુક- પોરબંદર તેમજ સુરેન્દ્રનગરના લોકસભ્ય અને ભાવનગરના શ્રીમતી ભાવનાબેન શીયાળ તેમજ અમરેલીના લોકસભ્ય શ્રી કાછડીયા વગેરેને નકલ રજુ કરી રજુ કરી રજુઆતને ભારપૂર્વક સહકાર આપવા અપીલ કરી હોવાનું ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઈ વોરા તથા ઉપપ્રમુખ રાજીવભાઈ દોશીની યાદીમાં જણાવાયુ છે.

(2:41 pm IST)