Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

પૂ.પારસમુનિ મ.સા.નું ચાતુર્માસ મુંબઈ રાજાવાડી સંઘમાં: રાજકોટ નહીં પધારેઃ પ્રવિણભાઈ કોઠારી

રાજકોટ,તા.૨૩: ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. નાં શિષ્યરત્ન સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુુનિ મ.સા. વર્તમાન સમયે મુંબઈ ઘાટકોપર માં બિરાજમાન છે. કોરોના મહામારીનાં વિકટ સમયમાં સમગ્ર ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે, મહારાષ્ટ્રમાં મુંબઈ માં સૌથી વધુ કેસ અને મુંબઈમાં દ્યાટકોપરમાં સૌથી વધુ પોઝીટીવ કેસ છે. આ વિકટ સમયે પણ ઘાટકોપરથી અન્યત્ર વિહાર કરીને જવાને બદલે, તેઓ નિર્ભય રહી દ્યાટકોપરમાં જ આગામી ચાતુર્માસ શ્રી રાજાવાડી સ્થા. જૈન સંઘ ઘાટકોપરમાં બિરાજમાન થશે.

આગામી ચાતુર્માસ રાજકોટ શેઠ ઉપાશ્રય માં હતું. શેઠ ઉપાશ્રય પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠે સમય પ્રમાણે ઉદારતા બતાવી અને આ ચાતુર્માસ શેઠ ઉપાશ્રય રાજકોટ ના બદલે મુંબઈ ઘાટકોપર રાજાવાડી સંઘમાં કરવાની અનુમતી આપેલ છે.

વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી સ્વાધ્યાય, સાધના અને સંયમની પુષ્ટતા અર્થે પૂજય ગુરૂદેવ રાજાવાડી સંઘમાં બિરાજમાન થશે. આ વિકટ પરિસ્થિતિમાં જયાં સંતો છે ત્યાં જ બિરાજમાન થવું, અથવા આસપાસ બિરાજમાન થવું આવશ્યક છે.

સદગુરૂદેવે જણાવેલ કે પર માટે ઘણા ચાતુર્માસ કર્યા. સ્વાત્મ માટે સાધનામય બનવાનો અમૂલ્ય અવસર મળ્યો છે. સંદ્યો એ સરકાર છૂટ આપે તો પણ આ વર્ષે સમૂહમાં તમામ પ્રવૃતિ બંધ કરવી જોઈએ.ઙ્ગ સરકારની છૂટ આપવાથી મહામારીએ છૂટ નથી આપી દીધી. મહામારીની આ આપદામાં સંતોએ ચાતુર્માસિક ખર્ચાઓથી દૂર રહેવું આવશ્યક છે. જે સાધર્મિકો હાથ નથી લાંબો કરી શકે તેમ તેની મદદે સમાજનાં કહેવાતા જગડુશાહો અને ભામાશાઓએ આવવું જોઈએ.

રાજાવાડી સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ અજમેરા એ જણાવ્યુ કે અમારા સંદ્યની સ્થાપના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબે કરી છે અને તેમનાં સુશિષ્યનું અમને ચાતુર્માસ મળતા સકલ સંઘમાં અનેરો આનંદ છે. પૂ. પારસમુનિ મહારાજ સાહેબ ની અમારા સંઘ પર પૂ. જગદીશમુનિ મ. સાહેબ ની જેમ જ અનેરી કૃપા છે. માત્ર સ્વ સાધના અને સંયમ જીવનનાં રક્ષણાર્થે જ આ ચાતુર્માસ દરેક સંઘો એ કરાવવા જોઈએ.

આ વિકટ સમયમાં રાજકોટ તરફ નો વિહાર સુરક્ષિત ન હોવાથી અને અમારી ભાવભરી વિનંતીથી ર૦ર૧ ને બદલે અમોને ર૦ર૦ માં જ પૂ. ગુરૂદેવ નું ચાતુર્માસ મળી ગયુ, તેનો સકલ રાજાવાડી સંઘના જયસુખભાઇ જસાણી , શશીકાંતભાઈ ઉદાણી, સુમતિભાઈ શાહ, આદિ સર્વ પદાધિકારીગણ ના હૃદયમાં અતિ આનંદ છે. યોગ્ય સમયે, યોગ્ય નિર્ણય લઈ, પૂજય ગુરૂદેવે અને ગોંડલ સંપ્રદાયે યોગ્ય જ કાર્ય કર્યું છે. ગોંડલ સંઘ પ્રમુખ પ્રવીણભાઈ કોઠારી, અને શેઠ ઉપાશ્રય પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ પ્રત્યે રાજાવાડી સંઘ ખૂબ ખૂબ આભાર ની લાગણી વ્યકત કરે છે. તેમ હરેશભાઈ અવલાણી ની યાદી માં જણાવ્યું છે. પૂ.ગુરૂદેવના સંપર્ક માટે  રાજાવાડી સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ અજમેરા સંપર્ક મો. ૦૯૩૨૨૬ ૯૭૯૭૧

(2:40 pm IST)
  • સુપ્રસિદ્ધ એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલાને કોરોના પોઝીટીવઃ એપોલોમાં દાખલ : ૮૯ વર્ષના ખૂબ જ જાણીતા એસ્ટ્રોલોજર શ્રી બેજાન દારૂવાલાને કોરોનાનો ટેસ્ટ પોઝીટીવ આવતા તેમના હજારો - લાખો ચાહકો ચિંતામાં મૂકાયા છે : તેઓ ખૂબ જ જાણીતા કોલમીસ્ટ છે : સંખ્યાબંધ પુસ્તકો લખેલા છે : તેમની ગણેશા સંસ્થા ખૂબ પોપ્યુલર છે : અમદાવાદમાં રહે છે : તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા છે : તેમના પી.એ. શ્રી ચિરાગભાઈનો (મો.૮૧૪૧૨ ૩૪૨૭૫) ઉપર સંપર્ક કરવા પ્રયાસ કરતા ફોન ઉપાડેલ નહિં. access_time 2:15 pm IST

  • ઓસમાણ મીરનો જન્મદિવસઃ શુભેચ્છાવર્ષાઃ સુપ્રસિધ્ધ ગુજરાતી લોકગીત ગાયક- સ્વર સમ્રાટ ઓસમાણ મીરનો જન્મદિવસ ગઇકાલે હતો અનેક મિત્રો, શુભેચ્છકોએ અભિનંદન વર્ષા કરી હતીઃ આંધ્રપ્રદેશના રાજયસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીએ તેમના ટવીટર હેન્ડલ ઉપર ઓસમાણભાઇને શુભેચ્છા પાઠવી હતી access_time 10:26 am IST

  • અમદાવાદના નિકોલથી આટકોટમાં 2 દિવસ પહેલા રહેવા આવેલા 45 વર્ષના લેઉઆ પટેલ પુરુષને કોરોના પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ access_time 10:21 pm IST