Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

રાજકોટમાં આજે કોરોનાના વધુ ૨ કેસ : બંને જંગલેશ્વરના

આ બંને દર્દીઓને ફેસેલીટી કોરોન્ટાઇન કરેલ : શહેરનો કુલ આંક ૭૮એ પહોંચ્યો : ૬૩ સાજા થયા

રાજકોટ તા. ૨૩ : શહેરમાં પાંચ દિવસ બાદ આજે વધુ બે કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને દર્દીઓ ફેસેલીટી કોરોન્ટાઇન કરેલ હતા. આજે વધુ બે પોઝિટિવ કેસ આવતા શહેરનો કુલ આંક ૭૮એ પહોંચ્યો છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે તા.૨૩નાં જંગલેશ્વર વિસ્તારમાં ગોજીયા મસ્જિદ, જંગલેશ્વર પાસે રહેતા રેશમાબેન ઠેબા (ઉ.વ- ૩૩)  અને મહમદ હનીફ રજાક ઠેબા(ઉ.વ-૪૦), ગોજીયા મસ્જિદ, જંગલેશ્વરને કોરોના પોઝિટિવનું નિદાન થયુ છે . આ બંને દર્દીઓ કોરોના પોઝિટિવ મુસાભાઇ જીવાભાઇ ચાનીયાનાં સંપર્કમાં હોવાથી તેમને સમરસ હોસ્ટેલમાં ફેસેલીટી કવોરન્ટાઈન કરેલ હતાં. શહેરનાં ૭૮ અને જીલ્લાનાં ૧૨ સહિત કુલ આંક ૯૦એ પહોંચ્યો છે. કુલ  ૬૨ દર્દીઓ વ્યકિતઓ સાજા થયેલ છે. જયારે ૧૫ વ્યકિતઓ હોસ્પિટલમાં દાખલ થયેલ છે.

અત્રે નોંધનીય છે કે, સોમવારનાં સાધુવાસવાણી વિસ્તારમાં આવેલ ગુરુજીનગર આવાસ યોજનામાં રહેતી ૧૬ વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવનું નિદાન થયુ હતુ.  આ દર્દીનાં સંપર્કનાં ૧૩ લોકોને ફેસેલીટી કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. આ વિસ્તારને કોરોન્ટાઇન કરવામાં આવેલ છે.

(3:05 pm IST)