Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

રાજકોટ મત ગણતરીમાં તંત્રએ નવો સુવિધા સોફટવેર ઉપયોગ કર્યો પરંતુ વારંવાર ખોટકાથી દેકારો

મત ગણનાના અપડેશનમાં દરેક રાઉન્ડમાં ર૦ મીનીટનો વિલંબઃ મિડીયા સેન્ટરમાં આ બાબતે દેકારો

રાજકોટ તા. ર૩ :.. લોકસભાની બેઠકની આજે કણકોટ ખાતે ઇજનેરી કોલેજમાં સવારથી શરૂ થયેલ મત ગણતરીમાં ચૂંટણી પંચે આ વખતે નવો 'સુવિધા' સોફટવેર નાખ્યો છે. પરંતુ આ સોફટવેર ફેલ ગયાનું અને વારંવાર ખોટકા સર્જાતા હોવાની ફરીયાદો મીડિયા રૂમમાં ઉઠવા પામી હતી.  કેમ કે મત ગણતરીનાં દરેક રાઉન્ડનાં અંત ર૦મીનીટનાં વિલંબ બાદ પરિણામો પહોંચતાં હતો. જેનાં કારણે ગણતરીમાં ભારે વિલંબ થયો હતો. મીડિયા સેન્ટરમાં ઉઠેલી ફરીયાદ મુજબ નવા સુવિધા સોફટવેરથી અવાર-નવાર ખોટકા સર્જાતાં હતાં. નોંધનીય છે કે આ અગાઉ 'જીનેસીસ' સોફટવેરનો ઉપયોગ મતગણતરીમાં થતો હતો. પરંતુ આ વખતનો નવો 'સુવિધા' સોફટવેર ફેલ ગયો હતો.

(4:54 pm IST)