Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

હુવા સો હુવા : અમને હાર કોઠે પડી કે ખેલદિલી? હાર છતા હસતા ચહેરા

રાજકોટ : લોકસભા બેઠકમાં પ્રથમ રાઉન્ડથી જ ભાજપની લીડ સતત વધતી ગઇ હતી, પરંતુ કોંગ્રેસનું મનોબળ જરા પણ ડગ્યું નહતું. જાણે કે હાર કોઠે ના પડી ગઇ હોય ? તસ્વીરમાં પણ કાંઇક આવું જ સ્પષ્ટપણે જોઇ શકાય. ભાજપની તોતીંગ લીડ થતાં ભાજપના આગેવાનો ધારાસભ્ય અરવિંદ રૈયાણી, જીલ્લા અગ્રણી નાગદાનભાઇ ચાવડા, ભરત બોઘરા, મયુર શાહ વિગેરેના ચહેરા તો ખીલી ઉઠયા હોય તે સ્વાભાવિક છે, પરંતુ કોંગ્રેસને હવે હાર કે નિષ્ફળ ડગાવી ના શકતી હોય તેમ શહેર પ્રમુખ અશોક ડાંગર જીલ્લા કોંગ્રેસ અગ્રણી  દિનેશ ચોવટીયા, અશોકસિંહ વાઘેલા વિગેરે પણ પણ જરાપણ ઢીલા પડયા વગર ખેલદીલી પૂર્વક રાજકારણ એક તરફ દોસ્તી બીજી બાજુ સાથે મળીને હસી મજાક કરતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:48 pm IST)