Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જસદણ મતક્ષેત્રમાં ભાજપને માત્ર ૨૬૦૦ મતની સરસાઇઃ કુંવરજીભાઇના ગામમાં ૩૦૦ મતની ખાદ્ય

રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાની ૩ લાખથી વધુ સરસાઇથી જીત થઇ છેઃ જસદણ વિધાનસભા વિસ્તારમાં ભાજપને માત્ર ૨૬૦૦ મતની લીડ મળી છે તે પણ શહેરી વિસ્તાર અને આટકોટ પંથકની લીડ છેઃ કુંવરજીભાઇ ૫ મહિના પહેલા આ વિસ્તારમાંથી ૨૦ હજાર મતની લીડથી ચૂંટાયા હતાઃ તેમના ભાજપ પ્રવેશથી મતની દૃષ્ટ્રીએ ભાજપને ખાસ ફાયદો થયો નથીઃ કુંવરજીભાઇ ગામ જનડામાં ભાજપને ૩૦૦ મતની ખાદ્ય પડી છેઃ કોળી પ્રભુત્વવાળા વિસ્તારોમાં કોંગ્રેસનું જોર દેખાયું છે.

(4:28 pm IST)