Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

૮૧ લાખ ૩૧ હજારના ચેકો રિટર્ન થતા આંધ્રપ્રદેશ પેઢીના સંચાલક સામે ફરિયાદ

રાજકોટ તા ૨૩  :  'રૂ. ૮૧,૩૧,૮૦૦/- ના ચેકો રિટર્ન થતાં આંધ્રપ્રદેશની નામચીન પેઢીના આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ચેક રીટર્નની ફરીયાદ'' કરતા કોર્ટે સમન્સ કાઢેલ છે.

ફરીયાદની ટુંક વિગત એવી છે કે, રાજકોટ મુકામે રહેતા ફરીયાદી જયદીપ ભુપતભાઇ વેકરીયા કે  જે અન્ય ભાગીદારો સાથે '' શ્રી એકવાકલ્ચર ના નામે મેટોડા મુકામે પેઢી ચલાવે છે, અને જીંગ ઉછેર કેન્દ્રમાં ઉપયોગમાં લેવાની મશીનરીઓનું ઉત્પાદન કરે છે , તેમજ અવનીગાડા (આંધ્રપ્રદેશ) મુકામે આરોપી મહેન્દ્ર તાલાસીલા પ્રો/ઓ માહી એન્ટરપ્રાઇજ) ના નામે સદર મશીનરીઓનું વેચાણ કરવાનો વેપાર કરતા હોય, જેથી આરોપી અને ફરીયાદી વચ્ચે ધંધાકીય સંબંધો રહેલા છે, આ કામના આરોપીએ ફરીયાદી પેઢી પાસેથી અલગ અલગ ઓર્ડર મુજબ કુલ રૂ ૮૧,૩૧,૮૦૦/- ની કિંમતની મશીનરીઓની ઉધારમાં ખરીદી કરેલ હોય, જેમાં સદર રકમ આરોપીએ ફરીયાદીને અનુકુળ સમયગાળામાં પરત ચુકવી આપશે, તેવું પાકુ વચન, અને વિશ્વાસ પણ આરોપીએ ફરીયાદીને આપેલ હતો.

 સદર સમય વિત્યાબાદ ફરીયાદીએ આરોપી પાસે રકમની માગણી કરતા આરોપીએ આંધ્ર બેંક, ઇસુકપાલી શાખાના તા. ૧૯/૩/૧૯ ના કુલ ૩ ચેકો આપેલ, જે ચેકોની રકમ ૨૭,૦૦,૦૦૦/,૨૮,૦૦,૦૦૦/-, ૨૭,૦૦,૦૦૦/ આમ મળી કુલ૮૧,૩૧,૮૦૦/- ના ચેકો આપેલ જે ચેકો ઉપરોકત વીગતથી આપવામાં આવેલ ચેકો ફરીયાદીએ તેમના પેઢીના માનજોગ આવેલ બેંક ઓફ ઇન્ડીયા બેન્ક, મેટોડામાં વટાવવા રજુ કરતા સદર ચેકો '' ફંડ ઇન્સફીસયન્ટ'' ના શેરા સાથે ગત તા. ૩૦/૦૩/૧૯ ના રોજ પરત ફરેલ.

આ અંગેની જાણ આરોપીને કરવામાંં આવેલ હોવા છતાં રકમ નહીં ચુકવેલ, આથી ફરીયાદીએ પોતાના એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત ચેક રીટર્નની લીગલ  નોટીસ મોકલાવેલ, તેમજ ત્યારબાદ નોટીસનો જવાબ આપેલ ન હોય, ત્યારપછી ફરીયાદીએ તેમના એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત જયુ. મેજી. કોર્ટ લોધીકા સમક્ષ ઉપરોકત ચેક રીટર્ન થયાની ફરીયાદ દાખલ કરેલ અને કોર્ટે આરોપી વિરૂધ્ધ સમન્સ  ઇસ્યુ કરવાનો હુકમ કરેલ હતો.

આ કામના ફરીયાદી જયદીપ વેકરીયા (શ્રીએકવાકલ્ચર ના ભાગીદાર દરજ્જે) તરફે પી.એન્ડ આર લો ચેમ્બર ના વિદ્વાન ધારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા,વંદના એચ. રાજયગુરૂ, કેતન સાવલીયા, અમીત ગડારા, ભાર્ગવ પંડયા, પરેશ મૃગ, દર્શન વોરા, રીતેષ ટોપીયા, મોહીત રવીયા વીગેરે રોકાયા હતા.

(2:40 pm IST)