Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

રૂખડીયાપરામાં નિર્મળ મરાઠાને મોહસીન અને અજાણ્યાએ ઘુસ્તાવ્યો

તું આ બાજુથી કેમ નીકળ્યો કહી તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૩: રૂખડીયાપરા રહેતાં અને યાજ્ઞિક રોડ પર કપડાની દૂકાનમાં નોકરી કરતાં નિર્મળ યશવંતભાઇ ખાંડે (ઉ.૨૩) નામના મરાઠા યુવાનને રાત્રીના બારેક વાગ્યે ઘરે આવી રહ્યો હતો ત્યારે મદ્રાસીના ખાડા પાસે મોહસીન અને અજાણ્યાએ તેને અટકાવી તું આ બાજુથી શું કામ નીકળ્યો તેમ કહી ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી.

પારેવડી ચોકમાં રાહુલને ધોલધપાટ

મોરબી રોડ ગણેશનગર-૨માં રહેતાં રાહુલ રમેશભાઇ રાઠોડ (ઉ.૨૫)ને રાત્રે પારેવડી ચોકમાં ગોવિંદ નામના શખ્સે ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

(2:31 pm IST)