Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

'તું બુંધીયાર છો' તારા આવવાથી અમારા નસીબ ખરાબ થઇ ગયા...રાજકોટની કાજલબેન પલૈયાને ત્રાસ

વિરમગામાં રહેતો પતિ વિનોદ, સાસુ રંજનબેન સસરા અરવિંદભાઇ, દિયર નકુલ, નણંદ સંગીતા સામે ગુનો

રાજકોટ તા. ર૩ : સાધુવાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટરમાં માવતર ધરાવતી વાળંદ પરિણીતાને 'તુ બુંધીયાર છો' તારા આવવાથી અમારા નસીબ ખરાબ થઇ ગયા છે. કહી, પતિ, સાસુ, સસરા, દિયર અને નણંદ ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર નં.૮ર૪ માં છેલ્લા ચાર વર્ષથી માવતરના ઘરે રહેતા કાજલબેન વિનોદભાઇ પલૈયા (ઉ.૩૧) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં વિરમગામ હોળી ચકલા દેસાઇનીની પોળમાં રહેતા પતિ વિનોદ અરવિંદભાઇ પલૈયા, સાસુ રંજનબેન, સસરા અરવિંદભાઇ, દિયર નકુલ પલૈયા, અને નણંદ સંગીતાના નામ આપ્યા છે. કાજલબેને ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાના નવ વર્ષ પહેલા મોરબીના શકતસનાળા ગામમાં રહેતા વિનોદ પલૈયા સાથે લગ્ન થયા હતા. પોતાને સંતાનમાં એક પુત્ર છે. પોતાના લગ્ના થયા બાદ શકતસનાળા ગામે સંયુકત કુટુંબમાં રહેતા હતા શરૂઆતમાં પતિ, સાસુ, સસરાએ સારી રીતે રાખેલ બાદ નણંદ સંગીતા અને સાસુ રંજનબેન 'તુ બુધીયાર છો ઘરમાં આવી પછી અમારે ખોટ જાય છ.ે અમારૂ બગાડવા બેઠી છો' તેમ કહી મેણાટોણા મારતા હતા. આ બાબતે પતિને વાત કરતી તો તે 'આમ જ રહેવાનુંછે' તેમ કહી ગાળો આપતો અને દિયર નકુલ અને સસરા અરવિંદ'આને તો કાઢી મુકાઇ તોજ આપણે સારૂ થશે તેમ કહી પતિને ચઢામણી કરતા હતા વારંવાર પતિ તથા સાસરીયાના ત્રાસથી કંટાળી છ વર્ષ પહેલા પોતે રીસામણે ગયા હતા. પરંતુ પુત્ર નાનો હોઇ, તેથી સમાધાન કરી પરત આવી ગઇ હતી. આ દરમ્યાન નણંદને કોઇની સાથે લફરૂ થઇ જતા આબરૂ જવાની બીકે અમે કડી ગામે રહેવા ગયેલ અને એક વર્ષ પહેલા નણંદ અને દિયરના લગ્ન થઇ જતા અમે બંને પતિ-પત્ની અલગ વિરમગામે રહેવા ગયા હતા ત્યાં પણ પતિ નાની - નાની બાબતમાં હેરાન કરવા લાગેલ અને 'તુ ગમતી નથી' કહી માર મારતો અને કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તેમજ સાસુ, સસરા અને દિયર તથા નણંદ વિરમગામ આવતા અને પતિને કહેતા કે 'તારી ઘરવાળી જયારથી ઘરમાં આવી છે' ત્યારથી આપણા નસીબ ખરાબ છે.' તેને કાઢી મુક તેમ ચઢામણી કરતા પતિએ પોતાને માર મારી પહેરેલ કપડે કાઢી મુકતા પોતે રાજકોટ માવતરે આવી ગયા હતા. આ અંગે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. એન.બી.ડોડીયાએ તપાસ હાથ ધરી છે.

(12:07 pm IST)