Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

રાજકોટ લોકસભા સીટ પર સૌથી વધુ લીડનો ઇતિહાસ રચાયો : ભાજપના મોહનભાઇ કુંડારિયાનો 3,67,407 મતથી ભવ્ય વિજય

કુંડારીયાએ મેળવ્યા 7,55,296 મત:કોંગ્રેસના લલિત કગથરાને 388405 થી વધુ મત મળ્યા

રાજકોટ લોકસભા બેઠક પરથી ફરીવાર ભાજપનો જંગી લીડથી વિજય થયો છે ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાએ ભવ્ય જીત હાંસલ કરી છે રાજકોટ લોકસભા સીટ પરથી

3,68,407 લીડથી ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ જીત મેળવી છે

  ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ 7,55,296 મત મેળવ્યા છે જયારે કોંગ્રેસના ઉમેદવાર લલિત કાગથરાએ મેળવ્યા 388405 થી વધુ મત મેળવ્યા હતા રાજકોટ બેઠક પર નોટા પર કુલ  18080 મત પડ્યા હતા

  ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપણ ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા 2 લાખ 46 હજાર મતથી જીત થઇ હતી  મોહનભાઇ કુંડારીયાએ રાજકોટ બેઠક ના ઇતિહાસમાં સૌથી વધુ લીડ હાસિલ કરી વિજય પ્રાપ્ત કર્યો છે આ અગાઉ 1998 માં ભાજપના વલ્લભ કથીરિયા 3,54,916 મતથી જીત હાસિલ કરી હતી

(5:43 pm IST)
  • બિહારમાં હવામાનનો મિજાજ બદલાયો :કટિહારમાં સાંજે વરસાદ સાથે કરા પડ્યા :રાજ્યમાં કેટલાય સ્થળોએ વરસાદના અહેવાલ access_time 1:24 am IST

  • છત્તીસગઢના કોંડાગાંવમાં ચૂંટણી ડ્યૂટી દરમિયાન સીઆરપીએફ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું. તેઓ સ્ટ્રોંગ રૂમની સુરક્ષામાં તૈનાત હતાં. access_time 11:42 pm IST

  • હસમુખ અઢીયાને સર્વોચ્ચ જવાબદારી સોંપવાના નિર્દેશો : ટાઈમ્સ નાઉના સિનિયર પત્રકાર મેઘા પ્રસાદે ટ્વીટ કરી જણાવ્યુ છે કે દેશના પૂર્વ નાણાસચિવ શ્રી હસમુખ અઢીયા તાજેતરમાં શ્રી નરેન્દ્રભાઈને દિલ્હીમાં મળ્યા હતા. નવી સરકારમાં તેઓ અધિકારી સ્તરે સર્વોચ્ચ સ્થાને સેવા આપે તેવી પૂરી શકયતા છે. access_time 4:31 pm IST