Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

રાજકોટમાં ચૂંટણીપંચની વેબસાઇટ બંધઃ મત ગણતરી અટકાવાઇ

સવારે ૯ વાગ્યે ટેકનીકલ ખામી સર્જાઇઃ પોસ્ટલ બેલેટની ગણતરી અટકી પડીઃ પ્રથમ રાઉન્ડ બાદ બીજા રાઉન્ડની ગણતરી ઠપ્પઃ જબ્બરો દેકારો

રાજકોટ તા. ર૩ :..  આજે કણકોટ ખાતે યોજાયેલ લોકસભાની મત ગણતરી સવારે ૯ થી ૯.૩૦ દરમિયાન અટકી પડતાં જબ્બરો દેકારો બોલી ગયો હતો.

આ અંગેની વિગતો મુજબ સવારે ૭ વાગ્યે મત ગણતરી શરૂ થઇ હતી. પોસ્ટલ બેલેટ ગણાઇ રહ્યા હતા અને ૭ વિધાનસભા બેઠકોનાં પ્રથમ રાઉન્ડની ગણતરી પુર્ણ થઇ અને બીજા રાઉન્ડની ગણતરી હજુ શરૂ થઇ હતી. ત્યાં જ ચૂંટણી પંચની સત્તાવાર વેબ સાઇટ ટેકનીકલ ખાલી સર્જાતા બંધ થયેલ આથી રાજકોટની લોકસભા બેઠકની મત ગણતરી અટકાવી દેવાયેલ આથી મત ગણના કેન્દ્રમાં જબ્બરો દેકારો બોલી ગયેલ. જો કે બાદ અર્ધો કલાક બાદ ખામી દુર થતાં વેબ સાઇટ શરૂ થયેલ. આમ સવારે ૯ થી ૯.૩૦ સુધી રાજકોટની મત ગણતરી ઠપ્પ થઇ ગઇ હતી.

(10:57 am IST)