News of Friday, 25th May 2018

ઇજનેર કોલેજની લેબ. આસી. સાથે અડપલા કરવાના ગુનામાં તબીબ ભાવીન સાવલીયાની ધરપકડ

રાજકોટના સ્નેહલબેન પેથાણીએ પતિ- સાસરીયાઓ વિરૂધ્ધ ત્રાસ અને છેડતીની ફરીયાદ નોંધાવી'તીઃ જેતપુરના તબીબ નણદોયા ભાવીન તથા મદદગારી કરનાર તેની પત્ની નિમિશાની ધરપકડ

રાજકોટ તા.૨૩: નાનામવા રોડ પર નહેરૂનગર સોસાયટીમાં માવતર ધરાવતા અને વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં લેબ.આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતી પટેલ પરિણીતા સાથે પતિ, સાસુ, સામે ત્રાસ અને સસરા, કાકાજી સસરા અને નણદોયા વિરૂધ્ધ છેડતી કરવાના ગુનામાં મહિલા પોલીસે જેતપુરના તબીબ નણંદ અને નણદોયાની ધરપકડ કરી છે.

 મળતી વિગતો મુજબ નાના મવા મેઇન રોડ પર મારવાડી ટાવરની સામે નહેરૂનગર સોસાયટીમાં રહેતા અને વીવીપી એન્જીનીયરીંગ કોલેજમાં લેબ. આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતા સ્નેહલબેન કેવીનભાઇ પેથાણી (ઉ.વ.૨૮)એ ધોરાજીના જેતપુર રોડ પર હીરપરાવાડીમાં શ્રી નગર સોસાયટીમાં રહેતો પતિ કેવીન, સસરા નાગજી ત્રિકમજી પેથાણી, સાસુ જોસના પેથાણી, જેતપુરના નણંદ ડો. નિમિષા સાવલીયા, નણદોયા ડો. ભાવીન વલ્લભભાઇ સાવલીયા, તથા જામકંડોરણાના જશાપર ગામના કાકાજી સસરા વિનોદ ત્રિકમભાઇ પેથાણી, કાકીજી કૈલાસ પેથાણી વિરૂધ્ધ મહિલા પોલીસ મથકમાં ગત તા. ૯/૫ ના રોજ કરીયાવર બાબતે દબાણ કરી શારીરિક માનસિક ત્રાસ અને સસરા, કાકાજી સસરા અને નણદોયા વિરૂધ્ધ અડપલા કર્યાની ફરીયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં મહિલા પોલીસ મથકના પીએસઆઇ વાય.એમ. લેઉવાએ જેતપુરના હરીવિલા એપાર્ટમેન્ટમાં રહેતા નણદોયા ડો. ભાવીન વલ્લભદાસ સાવલીયા (ઉ.વ.૩૪) અને તેની પત્ની ડો. નીમીષા ભાવીન સાવલીયા ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં પટેલ પરિણીતા સ્નેહલબેન પેથાણી ના લગ્ન તા. ૮/૬/ ૧૭ના રોજ ધોરાજીના કેવીન પેથાણી સાથે થયા હતા. લગ્નના દિવસેજ પતિ કેવીને તેના મિત્રો સાથે દારૂ પિવાનું શરૂ કરી પોતાને દારૂ પિવા કહયું હતું. બાદ સસરા નાગજી પેથાણી અને સાસુ જોસના પેથાણીએ કરીયાવર બાબતે શારીરિક માનસીક ત્રાસ આપતા હતા. અને સસરાએ ખરાબ નજર નાખી બીભત્સ અડપલા કર્યાનું જણાવ્યું હતું. બાદ તા. ૧૦/૬/૧૭ ના રોજ પરિણીતાને પિયરવાળા પગફેરા માટે તેડી ગયા હતા. બાદ તા. ૧૧/૬/૨૦૧૭ના રોજ તેને નણદોયા ડો. ભાવીન સાવલીયા એકલા જ તેડવા આવેલ અને ધોરાજી જતા હતા ત્યારે નણદોયા ભાવીને કારમાં બીભત્સ અડપલા કર્યા હતા. આ બાબતે નણંદ ડો. નીમીષાને વાત કરતા તેણે કહેલ કે, 'તું ઘરની જ છો, ભાવીન બીજે કયાય બહાર જાય તેના કરતા તું હોય તે મને બીજો કોઇ વાંધો ન આવે' તેમ કહી મદદગારી કરી હતી.

આ પ્રકરણમાં મહિલા પોલીસ મથકના પીએસઆઇ વાય.એમ. લેઉવા સહિતના સ્ટાફે જેતપુરના નણદોયા ડો. ભાવીન વલ્લભદાસ સાવલીયા તેની પત્ની ડો. નીમીશા ભાવીન સાવલીયાની ધરપકડ કરી છે.

(2:50 pm IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં દિલ્હીમાં કોંગ્રેસની સાયકલ રેલી :દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ અજય માકનના નેતુત્વમાં સાયકલ રેલી માનસિંહ રોડથી શરુ થઈને ઇન્ડિયા ગેટ પર પૂર્ણ :રેલીમાં કોંગ્રેસી નેતાઓ,કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા :રેલી દરમિયાન મોદી સરકાર વિરુદ્ધ જોરદાર સુત્રોચાર access_time 1:13 am IST

  • ગુલામ નબી આઝાદના ' ભાવ' વધ્યાઃ કર્ણાટકમાં રાજકીય કુનેહ દાખવનાર કોંગી નેતા ગુલામ નબીને કર્ણાટકના પ્રભારીનું ઇનામ મળી શકે છેઃ સોનિયાજીનુ ગુડબુકમાં એહમદભાઇના સ્થાને ગુલામ નબી ગોઠવાયાઃ કર્ણાટકમાં હારેલી બાજી જીતી દેખાડી access_time 11:41 am IST

  • શતાબ્દી એક્સપ્રેસમાં નાસ્તો કર્યા બાદ 33 મુસાફરોની તબિયત લથડી :14 લોકોને બૅચેની અને ઉલ્ટીની ફરિયાદ :કોલકાતા જતી 12278 પુરી-હાવડા શતાબ્દી એક્સપ્રેસમાં બનાવ :બિમાર મુસાફરોની સારવાર માટે એક કલાક ટ્રેન રોકવી પડી: વરિષ્ઠ અધિકારીએ આપી જાણકારી access_time 1:01 am IST