Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

યુવા ભાજપ વોર્ડ નં. ૭ દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ

ભારતીય જનતા પાર્ટી જાહેર જનતાના લાભાર્થે અનેક જુદા જુદા કાર્યક્રમો આપતી રહે છે અને તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં. ૭ દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. તેજ રીતે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા વોર્ડ નં. ૭ દ્વારા  રાજકોટમાં વધતા જતા તાપમાન-હિટ વેવને ધ્યાનમાં રાખીને જાહેર જનતા માટે તા. ૨૨/૦૫/૨૦૧૮ ના રોજ સવારે ૧૧ થી ૨ વાગ્યા સુધી લીમડા ચોક ખાતે નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવ્યું હતું. આ છાસ વિતરણમાં આશરે ૨૦૦૦ લોકોએ લાભ લીધેલ છે. યુવા ભાજપ વોર્ડ નં. ૭ ના આ કાર્યક્રમમાં રાજકોટના શહેરપ્રમુખશ્રી કમલેશભાઇ મિરાણી, શહેરમહામંત્રી શ્રી દેવાંગભાઇ માંકડ, શહેરમંત્રીશ્રી વિક્રમભાઇ પુજારા, શહેર યુવા ભાજપ પ્રમુખશ્રી પ્રદિપભાઇ ડવ, મહામંત્રીશ્રી પૃથ્વીસિંહ વાળા, શ્રી પરેશભાઇ પીપળીયા, અને મંત્રીશ્રી પાર્થરાજસિંહ ચોહાણ તેમજ વોર્ડના મહામંત્રીશ્રી રમેશભાઇ પંડયા, પુર્વ પ્રમુખશ્રી જયેન્દ્રભાઇ ગોહેલ, યુવા ભાજપના પ્રમુખશ્રી રાજનભાઇ ત્રિવેદી, મહામંત્રી પ્રશાંતભાઇ લાઠીગરા, શહેર કારોબારી શ્રી વિજયભાઇ ચોૈહાણ, ભાવિનભાઇ ગોટેચા, રાહુલભાઇ દવે, ઉતમભાઇ રાડીયા, જીતુભાઇ રાવલ, સબીરભાઇ પઠાણ, કુશલભાઇ ખુંટ, રાજભાઇ મેઘપરા, નિકુંજભાઇ વૈદ્ય, કિરીટીભાઇ કામલીયા, રાજ પાલા, વિરલભાઇ પારેખ, અલ્પેશભાઇ મોખરા, તેજમ યુવા ભાજપના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ હતી.

(4:32 pm IST)