Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મોબાઇલ એપ્સ સાથે જોડી દેવાઇ : સમય બચશે

રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓને ટેકનોલોજી માધ્યમથી જોડી ડિજિટલ ઇન્ડિયાની સંકલ્પના સાકાર કરી છે. તેમણે આ સેવાઓને ૧૦૮ મોબાઈલ એપ્લિકેશનથી જોડીને નાગરિકોને ઝડપી સમયસર અને ત્વરિત સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ મોબાઈલ એપના ઉપયોગ થી ૧૦૮ ને કોલ કરનારી વ્યકિતનું ચોક્કસ સ્થળ ગૂગલ મેપના લેટ લોન્ગ સાથે મળી રહેશે. કોલ કરનારી વ્યકિતને પણ ૧૦૮ તેના સુધી પહોંચવાનો અંદાજિત સમય.,ઘટના સ્થળથી નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલ બ્લડ બેન્ક વગેરેની જાણ મળી શકશે.. એટલું જ નહીં ૧૦૮ મોબાઈલ એપના માધ્યમથી એ પણ જાણકારી મળી શકશે કે ઇજાગ્રસ્ત વ્યકિતને કયાં સ્થળે સારવાર લઈ જવાઈ છે.. આના કારણે ઇજાગ્રસ્તના સંબંધીઓને પણ ઙ્ગત્યાં પ્હોચવામાં સરળતા રહેશે. વિજયભાઈ એ આ સાથે ઙ્ગરાજય ના ઙ્ગ૧૬૦૦ કી.મી ના દરિયા કિનારે વસતા સાગરખેડુ બંધુઓ માટે દેશભરની પ્રથમ પહેલ રૂપ ૧૦૮ ઇમરજન્સી બોટ એમ્બ્યુલન્સ સેવાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ ઉપરાંત૧૦૮ ના સેવા કાફલામાં નવી ૧૦ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કર્યો હતો.. રાજયમાં હાલ ૫૮૫ એમ્બ્યુલન્સ છે અને આ વર્ષે નવી ૧૨૫ વધારાની એમ્બ્યુલન્સ સેવાઓ ઉમેરીને ૬૫૦ ૧૦૮ એમ્બ્યુલન્સની રાજયવ્યાપી સેવાઓ ઙ્ગનાગરિકોને મળી રહેશે.

(4:31 pm IST)