Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

૫૫૦ ઢોર માટે બે વર્ષમાં ૩.૭૦ કરોડનો ઘાસચારો

વોર્ડ નં. ૮ અને ૧૦માં એક વર્ષમાં ભૂગર્ભ ગટરની ૬૬૯૧ ફરીયાદઃ ડ્રેનેજની ફરીયાદનો નિકાલ કરવા કોન્ટ્રાકટ અપાશેઃ વિવિધ વિકાસ કામો સહિતની ૨૬ દરખાસ્તોનો કાલે મળનારી સ્ટેન્ડીંગમાં નિર્ણય કરાશે

રાજકોટ, તા. ૨૩ :. મ્યુનિ. કોર્પોરેશનના ઢોર ડબ્બાના પ્રાણીઓ માટે બે વર્ષ ઘાસચારો સપ્લાય કરવા, વોર્ડ નં. ૮ અને ૧૦ના વિવિધ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની ફરીયાદનો નિકાલ કરવાનો કોન્ટ્રાકટ તથા જીલ્લા ગાર્ડનમાં આવેલ વોંકળામાં રીટેઈનીંગ વોલ કરવા સહિતની કુલ ૨૬ દરખાસ્તો અંગે આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટિ બેઠકમાં નિર્ણય થશે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટિની મીટીંગ કાલે તા. ૨૪ના બપોરે ૧૨ કલાકે સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલની અધ્યક્ષતામાં મળશે. આ મીટીંગમાં વિવિધ વિકાસ કામોની ૨૬ દરખાસ્તો અંગે નિર્ણય થશે.

મ્યુનિ. કોર્પોરેશનના ઢોર-ડબ્બાના પ્રાણીઓ માટે ઘાસચારો સપ્લાય કરવાના કામનો દ્વિ-વાર્ષિક કોન્ટ્રાકટ આપવા નિર્ણય કરાશે. જેમાં ૫૫૦ ઢોર માટે બે વર્ષના રૂ. ૩.૭૦ કરોડનું ઘાસ ખરીદવામાં આવશે. આ કામે ટેન્ડર પ્રક્રિયા કરતા ઈલેકટ્રીક જંકશન નામની એજન્સીના ભાવો નીચા આવ્યા હતા. લીલા ઘાસ માટે પ્રતિ ૨૦ કિલો રૂ. ૬૬.૧૫ તથા સુકા ઘાસ માટે પ્રતિ ૨૦ કિલોના ૧૯૦.૮૯ ભાવ આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત શહેરના વોર્ડ નં. ૮ અને ૧૦માં ભૂગર્ભ ગટરની ૬૬૯૧ ફરીયાદ એક વર્ષમાં નોંધાઈ છે. આ ફરીયાદ નિકાલ પ્રાઈવેટાઈમેશનની કરવા, શહેરના વિવિધ વિસ્તારમાં પેવિંગ બ્લોક નાખવા સહિતની ૨૬ દરખાસ્તો અંગે નિર્ણય થશે.

(4:29 pm IST)