Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કોઠારીયાના ધો-૧૦ના છાત્રએ મોટા મવાની હોસ્ટેલમાં ઝેર પીધું

પ્રજાપતિ જય નળીયાપરા (ઉ.૧૬) મિત્રને મળવા ગયો ત્યારે પગલું ભર્યુઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૩: કોઠારીયા સોલવન્ટમાં રહેતાં જય અરવિંદભાઇ નળીયાપરા (ઉ.૧૬) નામના પ્રજાપતિ છાત્રએ મોટા મવામાં આવેલી વિરવ રિડીંગ નામની હોસ્ટેલ ખાતે પોતાના મિત્ર હર્ષદને મળવા ગયો ત્યારે ત્યાં ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો છે.

જય એક ભાઇ અને એક બહેનમાં નાનો છે અને તેના પિતા અરવિંદભાઇ મજૂરી કામ કરે છે. જયએ આ વખતે જ ધોરણ-૧૦ની પરિક્ષા આપી છે. જેનું પરિણામ આગામી ૨૮મીએ જાહેર થવાનું છે. જયએ આ પગલું શા માટે ભર્યુ? તે અંગે હાલ તે બેભાન હોઇ વિગત બહાર આવી નથી. નાપાસ થવાની ભયથી આમ કર્યુ કે અન્ય કારણોસર? તે અંગે તે ભાનમાં આવ્યા બાદ જાણી શકાશે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

(4:24 pm IST)