Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

લીમડા ચોકમાં ગંદા પાણીની નદીઓ વહીઃ લોકો ત્રાહીમામ

રાજકોટ : શહેરના વિવિધ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટરના પાણીની રેલમછેલ થઇ રહ્યાની ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે આજે સવારે શહેરના લીમડા ચોકમાં ભુગર્ભ ગટર છલકાવાથી રસ્તાઓ પર ગંદા પાણી ફરી વળ્યા હતાં. આ અંગે વિસ્તારવાસીઓના જણાવ્યા પ્રમાણે આ અંગે તંત્રને અવાર નવાર રજૂઆત કરવા સમસ્યાનો ઉકેલ આવેલ નથી. લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:23 pm IST)