Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

યુનિવર્સિટીના પરમાં સ્થાપના દિને પૂર્વ કુલપતિ જેશીપુરાની શુભેચ્છા

રાજકોટ, તા. ર :  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાવનમાં સ્થાપના દિને, સ્થાપના દિન નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. કમલેશ જોશીપુરાએ સમગ્ર યુનિવર્સિટી પરિવાર અને સૌરાષ્ટ્રના શૈક્ષણિક પરિવારને શુભેચ્છાઓ પાઠવી અને ઉજ્જવળ વર્તમાન અને ઉન્નનત ભવિષ્ય માટે ખાસ સંકલ્પના વ્યકત કરી છે. ડો. કમલેશ જોશીપુરાએ આ પ્રસંગે પ્રથમ કુલગુરૂ અને ઋષિતુલ્ય એવા શ્રી ડોલર રાય માંકડ આદરાંજલિ અર્પણ કરી છે, સ્વર્ગસ્થ ડોલર કાકાએ કંડારેલી કેડી આજે પણ એટલી જ પ્રસ્તુત બની રહેલ છે તેમ જણાવ્યું છે. પ્રો. કમલેશ જોશીપુરાએ જણાવ્યું કે પ્રથમ કુલગુરૂથી લઇ અને પ્રત્યેક કુલપતિશ્રીઓએ યુનિવર્સિટીના સર્વાંગી વિકાસના આપેલા યોગદાનને બિરદાવી અને સોનાન સહિયારા પ્રયત્નોથી યુનિવર્સિટીએ રાજય અને દેશમાં આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યુ છે. યુનિવર્સિટીની ઉત્કૃષ્ણ માળખાગત સુવિધા, હરિયાળુ પરીસર, શૈક્ષણિક અને બીનશૈક્ષણિક કર્મચારીઓની નિષ્ઠા તેમજ મજબૂત અને ગતિશીલ આર્થિક સંરચના જેવા આયામોને કારણે રાજયમાં આ યુનિવર્સિટીએ મૂલ્યાંકનની દ્રષ્ટિથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

(4:07 pm IST)