Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

મિઝલ્સ-રૂબેલા વેકસીનેશન કેમ્પ જીલ્લાભરમાં યોજવા તાકીદ : ૯ માસથી ૧૫ વર્ષના બાળકોને અપાશે

રાજકોટ તા ૨૩ : અરોગ્ય અને પરિવાર સ્વાસ્થય મંત્રાલય ભારત સરકાર દ્વારા જુલાઇ-૨૦૧૮ માં મિઝલ્સ અને રૂબેલા વેકસીનેશન કેમ્પનો પ્રારંભ કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,નિલ્લા પંચાયત, રાજકોટ આયોજીત રાજકોટ જિલ્લા કલેકટરશ્રીનાઅધ્યક્ષ સ્થાને આ અંગેના આયોજન માટે મીટીંગ યોજાયેલ જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવાસીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મિતેષ એમ. ભંડેરી તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના તમામ અધિકારીશ્રી-હેલ્થ ઓફીસરશ્રીઓ અને ડીસ્ટ્રીકટ સુપ્રીટેેન્ડેન્ટ ઓફ પોલીસ, રાજકોટ, ડીવીઝનલ રેલ્વે મેનેજરશ્રી, રાજકોટ જનરલ મેનેજરશ્રી બી.એસ.એન.એલ સહિતના તમામ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરોકત તમામ સભ્યો ને ડબલ્યુ.એચ.ઓ. ના અધિકારીશ્રી ડો. અમોલ ભોસલે દ્વારા મિઝલ્સ અને રૂબેલા વેકસીનેશન વિશે સંપૂર્ણ માર્ગખર્શન આપી ૯ માસ થી ૧૫ વર્ષ સુધીના બાળકોને આ રસી અપાવવા માટે અપીલ કરી જરૂરી પ્રચાર-પ્રસાર કરવા અંગે સંર્પર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ.

વધુમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મિતેષ એમ. ભંડેરી એ કયા ડીપાર્ટમેન્ટનો શું રોલ રીસ્પોન્સીબીલીટી અંગે વિસ્તૃત સમજ આપવામાં આવેલ.

(4:06 pm IST)