Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

રેગ્યુલર કરાય તો અગાઉની નોકરી ગ્રેચ્યુટી ચુકવવા ગણત્રીમાં લેવી પડે

સુપ્રિમ કોર્ટનો ચુકાદો ધ્યાને લઇ સરકાર સરકયુલર બહાર પાડે :હસુભાઇ દવે

રાજકોટ તા. ૨૩ : રેગ્યુલર કરવામાં આવે તો અગાઉની નોકરી ગ્રેચ્યુટી ચુકવવા ગણત્રીમાં લેવી જોઇએ તેવા સુપ્રિમકોર્ટ ના ચુકાદાને ટાંકીને મજદુર સંઘના પ્રમુખ હસુભાઇ દવે એ જણાવ્યું છે કે, નેટ્રામ શાહુ પાણી પુરવઠા વિભાગ ટયુબવેલમાં છતીસગઢ રાજયમાં રોજમદાર તરીકે તા. ૧-૪-૧૯૮૬ થી કામ કરતો હતો ત્યારબાદ તેને વર્કચાર્જ તરીકે પંપ ઓપરેટરમાં તા. ૬-૫-૨૦૦૮ નારોજકાયમી કરવામાં આવેલ અને તા. ૩૦-૭-૨૦૧૧ ના રોજ વયમર્યાદાને કારણે નિવૃત થતા ગ્રેચ્યુટીની રકમ ચુકવવામાં ન આવતા ગ્રેચ્યુટી એકટ ૧૯૭૨ હેઠળ કન્ટ્રોલીંગ ઓથોરીટી સમક્ષ મેળવવા અરજી કરતા તા. ૨૭-૩-૧૨ ના રોજ ચુકાદો આપી અગાઉની કુલ નોકરી૨૫ વર્ષ અને ૩ માસમાં (રર વર્ષ અને ૧ માસ રોજમદાર) તથા ૩ વર્ષ અને ર માસ રેગ્યુલર નોકરી ગણી ગ્રેેચ્યુટી એકટ ૧૯૭૨ ના કાયદાની કલમ ર(ઇ) ને કલમ -ર એ વાંચતા અરજદારની તરફેણમાં ગ્રેચ્યુટીની રકમ ચુકવવા હુકમ કરેલ હતો.

આ હુકમ પર એપેલેટ ઓથોરીટી સમક્ષ અપીલ કરતા તેણે પણ તા. ૩૦-૧-૨૦૧૩ ના રોજઅપીલ કાઢી નાખી અને કન્ટ્રોલીંગ ઓથોરીટીનો હુકમ કાયમ રાખેલ આથી નારાજ થઇ બીલારપુર ખાતે હાઇકોર્ટમાં સરકારે અપીલ કરેલ છે જે માન્ય રાખવામાં આવી અને નીચેના એપેલેટ તથા કન્ટ્રોલીંગ ઓથોરીટીનો ચુકદલ રદ કર્યો. આથી અરજદાર કામદારે ડબલ બેંચ સમક્ષ રીટ દાખલ કરેલ જે પણ ડબલ બેંચે કાઢી નાખી સીંગલ જજનો ચુકાદો માન્ય રાખ્યો. આથી અરજદાર-કામદારે નામદાર સૂપ્રીમ કોર્ટમાં અપીલ કરેલ હતી.

બંને પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા જણાવેલ કે હાઇકોર્ટમાં સીંગલ જજ તથા ડબલ બેંચે ઉમાદેવીના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આધાર લીધેલ છે તે ગ્રેચ્યુટીમાં લાગુ ન પડે, કારણકે નોકરી રેગ્યુલરાઇઝ કરેલ છે. સરકાર કાયદાથી મળેલ અધિકારને વેલ્ફેર સ્ટેટ તરીકે ના પાડી ન શકે વધુમાં જણાવેલ હતુ કે ગ્રેચ્યુટીનો કાયદો વેલ્ફેર કાયદો કામદારોના કલ્યાણ માટેનો છે જે લાંબો સમય સુધી માલીક માટે કામ કરે છે.આથી રાજય સરકારની જવાબદારી છે કે સ્વેચ્છાએ જ ગ્રેચ્યુટીની રકમની ચુકવણી કરવી જોઇએ. આ રીતે કામદારને ફરજીયાત લીટીગેશન તરફ જવુ પડેતે બરાબર નથી. કાયદેસર હકક છે.આથી અગાઉ એમ.સી.ચાગલાના નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની છણાવટ કરી આવા કેસોમાં સરકારની ભૂમિકા કેવી હોવી જોઇએ તેને ધ્યાનમાં રાખી કામદારની અરજી મંજુર કરી ગ્રેચ્યુટી ચુકવવા તથા હાઇકોર્ટના સીંગલ જજ તથા ડબલ બેંચેના ચુકાદાઓને રદ કરી, કન્ટ્રોલીંગ ઓથોરીટી તથા અપેેલેટ ઓથોરીટીએ આપેલ ચુકાદો માન્ય રાખી રાજય સરકારનેખોટા લીટીગેશન માટે રૂા ૨૫ હજાર કામદાર-અરજદારને ચુકવવા હુકમ કરેલ છે.

આ ચુકાદાની અસર ગુજરાત રાજયમાં અત્યારે પણ  ઘણા બોર્ડ-નિગમના આવા ઘણા કર્મચારીઓ કે જેઓને રોજમદારમાંથી કાયમી કરવામાં આવેલ છે અને દોલતભાઇ પરમારના ઠરાવનો લાભ આપવામાં આવે છે તેઓને લાભ થશે આને ઘણા કેસો નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડીંગ છે. રાજય સરકારે  આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે ઠરાવ કરી તમામને લાભ આપવા સકરયુલર બહાર પાડવાની જરૂર હોવાનું હસુભાઇ દવે મો. ૯૪૨૬૨૫૪૦૫૩ ની યાદીમાં જણાવાયુ છેે.

(4:05 pm IST)