Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

યુવતિની જાતિય સતામણીના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી રદ

રાજકોટ, તા. ર૩: જાતીય સતામણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીઓની આગોતરા જામીન અરજીને સેસન્સ અદાલતે નકારી કાઢી હતી.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી યુવતિ દ્વારા જસદણ પોલીસ સ્ટેશન સમક્ષ અરજદાર ઘુઘાભાઇ તોગાભાઇ પરમાર તેમજ તેજાભાઇ વાલાભાઇ પરમાર વિરૂદ્ધ આઇ.પી.સી.ની કલમ ૩પ૪, પ૦૪ તેમજ પ૦૬ હેઠળ ફરીયાદ દાખલ કરેલ અને જણાવેલ કે આ કામના ફરીયાદી આ કામના અરજદાર આરોપીઓને પોતાની માલીકીના ખેતરમાં લીમડા કાપી તેમના બકરા ચરાવતા હતા તે વખતે ફરીયાદીએ તેવું નહીં કરવા જણાવતા બંને આરોપી ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગંદી ગાળો આપવા લાગેલ અને એક અરજદાર આરોપી દ્વારા કુહાડી મારીશ તેમ કહેલ તેમજ બંને ફરીયાદી ઉશ્કેરાઇ ફરીયાદીની જાતીય સતામણી કરેલ અને ફરીયાદી તેમનામાંથી માંડ માંડ છૂટી ઘરે આવતા આ અંગે તેમના માતાપિતાને જાણ કરતા ફરીયાદી દ્વારા ૧૮૧ ને ફોન કરી બોલાવેલ અને બાદમાં ફરીયાદ કરી હતી.

બનાવનું સ્વરૂપ જોતા ગંભીર બનાવ છે કાયદામાં કલમ ૪૩૮ જે હેતુથી દાખલ કરવામાં આવેલ છે તે જોતા અરજદારે જે આક્ષેપીત કૃત્ય કર્યાનો આક્ષેપ છે તેવા કૃત્યના રક્ષણ માટે નથી. તપાસના કાગળો જોતા હાલ ગુનાની તપાલ ચાલુ છે અને તપાસ દરમ્યાન બનાવનું સ્વરૂપ જોતા આરોપીની હાજરી આવશ્કય હોય અરજદારની તરફેણમાં વિવેકબુદ્ધિની સતાનો ઉપયોગ કરવો ન્યાયોચીત જણાતું ન હોય જેથી આરોપીની આગોતરી જામીન અરજી રદ કરતી હુકમ કરેલ છે.

આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ/એ.પી.પી. અનિલ એસ ગોગિયાએ રજૂઆત કરી હતી.

(4:04 pm IST)