Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ચેક રિટર્ન અંગે બનાસકાંઠાના ફર્નીચરના વેપારી સામે ફરીયાદ થતા હાજર થવા હુકમ

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ શહેરમાં બાપુનગર વિસ્તારમાં મેટ્રો સેલ્સના નામથી ફર્નીચરને લગતો ધંધો કરતાં ફરીયાદી મેહુલભાઇ વિનોદરાય ગાંધી સાથે ગામ શિહોરી, તા. રાધનપુર, જી. બનાસકાંઠાના ફર્નીચરના વેપારી બાબુભાઇ ગીરધરલાલ સોલંકીએ ફરીયાદી પાસેથી લોખંડના કબાટ ખરીદ કરેલ અને જેના બીલ મુજબની રકમ રૂ. ૧,૪૩,પ૦૦ ની ચુકવણી માટે આરોપીએ ફરીયાદીને ચેક લખી આપેલ, જે ચેક ફરીયાદીએ બેન્કમાં વસુલાત માટે રજૂ કરતાં સદર ચેક 'ફંડસ ઇન્સફીશ્યન્ટ'ના શેરા સાથે પરત ફરતા ફરીયાદી પેઢીએ કાયદેસરની પ્રક્રિયાને અનુસરી ઉપરોકત બાબુભાઇ ગીરધરલાલ સોલંકી સામે ધોરણસરની નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબની ફરીયાદ કોર્ટમાં દાખલ કરેલ, જે સબંધે કોર્ટે ફરીયાદને ફોજદારી કેસ રજીસ્ટરે લઇ, આરોપીને કોર્ટમાં હાજર રહેવા સબંધેનો સમન્સ-નોટીસ કાઢવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી પેઢી મેટ્રો સેલ્સ તરફે રાજકોટના વકીલ શ્રી નિલેશ પી. દક્ષિણી રોકાયેલ છે.

(4:04 pm IST)