Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

વર્ષો જુની સમસ્યા ઉકેલાયઃ માલવિયા કોલેજ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની સફાઇ

કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની સફળ રજુઆત

રાજકોટ તા. ૨૩ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.૩ માં વર્ષોથી આ સમસ્યાનો ઉકેલ આવતો નહીં પરંતુ કોગીં કોર્પોરેટર જાગૃતિબેન દ્વારા રજુઆત કરવામાં આવતા માલવિયા કોલેજ પાસે અને બ્રીજ ઉતરતા ફાટક પાસે જે રોડ નીચેથી વરસાદી પાણીની મોટી લાઇન પસાર થતી હતી જે ઘણા સમયથી માટી ભરાઇ જવાને કારણે બંધ હતી પરંતુ જે રીતે આ પાઇપમાંથી માટી કાઢીને સાફ કરી વર્ષો જુનો પ્રશ્ન ઉકેલાતા  કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની રજુઆતને સફળતા મળી છેે. અને કોંગી કોર્પોરેટરે તંત્રનો આભાર માન્યો હતો

(3:57 pm IST)