Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

વિઠ્ઠલ એપાર્ટમેન્ટના રહેવાસી સામેની એટ્રોસીટીની ખોટી ફરિયાદ રદ કરવા માંગણીઃ પોલીસ કમિશ્નરને રજૂઆત

રાજકોટઃ વિઠ્ઠલ એપાર્ટમેન્ટના ૪૦ ફલેટ હોલ્ડરોએ પોલીસ કમિશ્નરશ્રીને આવેદન પત્ર પાઠવી આ ફલેટના રહેવાસી કૈલાસભાઇ ઉદાણી સામે હિતેષ સંઘવીના કોન્ટ્રાકટર દ્વારા નોંધાવાયેલી એટ્રોસીટીની ફરિયાદ ખોટી હોવાનું જણાવી ફરિયાદ રદ કરવા માંગણી કરી છે. રહેવાસીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે એપાર્ટમેન્ટના રહેવાસીઓની કોઇપણ જાતની મંજુરી વગર બાંધકામ માટેના માચડા ખડકી દેવામાં આવ્યા છે. આ માચડાઓમાંથી મજૂરો સીધા જ અમારા ફલેટની બાલ્કનીમાં થઇ અંદર આવ જા કરી શકે છે. તેને અટકાવવામાં આવતાં અમારી સાથે માથાકુટ કરવામાં આવે છે અને આવા જ કારણોસર કૈલાસભાઇ સામે એટ્રોસીટી નોંધાવાઇ છે. કોન્ટ્રાકટરને રજૂઆત કરવામાં આવતાં તેણે પોતાની પાછળ કોઇ માથાનું પીઠબળ હોય એ રીતે ધમકી ભરી ભાષામાં વાત કરી હતી. બહેનો સાથે પણ બેહુદુ વર્તન કરે છે. આ કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે. રજૂઆત કરનાર ફલેટ ધારકો તસ્વીરમાં જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:01 pm IST)