Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સત્સંગથી યુવાનોને સાચો માર્ગ મળે, વ્યસનમુકત અને સંસ્કારી બને

પૂ. મહંત સ્વામીના આગમન નિમિતે યુવાનોએ ૧૧ દિ'ના લીકવીડ ઉપવાસ અને ૯૮ કલાકના નિર્જળા ઉપવાસ કર્યા'તાઃ પૂ.સ્વામીને હરીભકતો દ્વારા કલાત્મક હાર અને વિશિષ્ટ ચાદર અર્પણ : આજે યુવા તાલીમ કેન્દ્રના સેવકોનો પદવીદાન સમારોહ

રાજકોટ, તા. ૨૩ : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી  પૂ. મહંતસ્વામી મહારાજ ૧૪ દિવસના રોકાણ દરમ્યાન સત્સંગલાભ આપી રહ્યા છે.

પૂ. મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્ત્।ે તેમજ તેમને ભકિતઅર્ધ્ય અર્પણ કરવા યુવાનોએ વિશિષ્ટ તપ વ્રત કર્યા હતા. જેમાં અનેક યુવકોએ ૧૧ દિવસના લીકવીડ ઉપવાસ તેમજ ૯૮ કલાકના નિર્જળા ઉપવાસ પણ કર્યા હતા. મહિલા હરિભકતો દ્વારા પણ તપ-વ્રત રૂપી ભકિત અર્પણ કરવામાં આવી, જેમાં મહિલાઓ પદયાત્રામાં જોડાયા હતા તથા પ્રદક્ષિણા-દંડવત રૂપી ભકિત અર્પણ કરી હતી. તપ-વ્રત ઉપરાંત ભકિત અને આદ્યાત્મિક જ્ઞાનના પોષણરૂપી પારાયણો યોજવામાં આવી હતી, જેમાં ૫૦૦થી વધુ મહિલા હરિભકતો જોડાયા હતા. આ પારાયણમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃત, સ્વામીની વાતો, અને પુરૂષોત્ત્।મ બોલ્યા પ્રીતે જેવા ગ્રંથોનું પઠન કરવામાં આવ્યું હતું. આ રીતે ગુરુહરિ મહંતસ્વામી મહારાજના આગમનને વધાવવા મહિલા હરિભકતોએ તપ-વ્રત અને જ્ઞાનરૂપી વિશિષ્ટ ભકિતઅર્ઘ્ય અર્પણ કર્યું હતું.

વહેલી સવારે ૫ વાગ્યાથી હરિભકતો પૂ. મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા દર્શનના લાભ માટે ઉમટી પડે છે. આજનો દિવસ સ્વધર્મ દિવસ તરીકે ઉજવાયો હતો જેમાં સાયંસભામાં યુવકો દ્વારા સ્વાગત નૃત્ય 'આવો પધારો મહંતસ્વામી મહારાજ...'  ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી તેમજ થીમને અનુરુપ અને વર્તમાન સમયની વ્યસનની સમસ્યા રજૂ કરતા અદ્દભુત સંવાદની પ્રસ્તુતિ રાજકોટ છાત્રાલયના યુવકો દ્વારા કરવામાં આવી હતી. પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે, 'યુવાન જો વ્યસનના માર્ગે દોરાય તો વિનાશ નોતરે છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયમાં સંતોના સંગે રહીને યુવાનો વ્યસનમુકત અને સંસ્કારી બને છે તેમજ સત્સંગના યોગથી સારા માર્ગે ચાલી શકે છે.' સભાના અંતે મહિલા હરિભકતો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ કલાત્મક હાર અને વિશિષ્ટ ચાદર પરમ પૂજય મહંતસ્વામી મહારાજને અર્પણ કરવામાં આવી હતી.

આજે સાયંસભામાં સારંગપુર ખાતે કાર્યરત યુવા તાલીમ કેન્દ્રના સેવકોની વિવિધ પ્રસ્તુતિ અને  પદવીદાન સમારોહ યોજાશે.(૧૫.૫)

(12:33 pm IST)