Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

રાજારામ સોસાયટીમાં શોૈચાલયની છત પરથી ૧૧ હજારનો દારૂ મળ્યો

સદ્દગુરૂનગરના વિજય કોબીયાએ છુપાવ્યો હોવાનું ખુલતાં શોધખોળ

રાજકોટ તા. ૨૩: સામા કાંઠે રાજારામ સોસાયટી મેઇન રોડ પર શ્રીજી પ્રોવિઝન સ્ટોરની સામે આવેલા પડતર જાહેર શોૈચાલયની છત ઉપર સદ્દગુરૂનગર-૧માં રહેતાં વિજય રણછોડભાઇ કોબીયાએ વિદેશી દારૂ ઉતાર્યો હોવાની બાતમી મળતાં થોરાળા પોલીસે દરોડો પાડી ૧૧૭૦૦નો ૩૩ બોટલ દારૂ જપ્ત કર્યો હતો.

પી.આઇ. બી. પી. સોનારાની રાહબરીમાં એએસઆઇ ડી. કે. ડાંગર, નિશાંતભાઇ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે માહિતી મળતાં જાહેર શોૈચાલયની  છત પર દરોડો પાડતાં ૩૩ બોટલ દારૂ મળ્યો હતો. આ દારૂ વિજય કોબીયાએ રાખ્યો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. (૧૪.૮)

(12:32 pm IST)