Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

અકસ્માત થયો હોઇ તે જોવા રસ્તો ઓળંગી રહેલા યુવાનનું કારની ઠોકરે ચડતાં મોત!

શાપરમાં બનાવઃ મુળ બિહારના શંભુ શાહુને રવિવારે અકસ્માત નડ્યો'તોઃ આજે હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૩: શાપર વેરાવળમાં શિતળા મંદિર નજીક રવિવારે એક અકસ્માત થતાં લોકો ભેગા થઇ જતાં અહિ રહેતો મુળ બિહારનો યુવાન પણ અકસ્માત જોવા માટે રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે એક કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત આ યુવાને આજે સવારે રાજકોટ હોસ્પિટલમાં દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ શાપર શિતળા મંદિર પાસે રહેતો અને ટ્રકમાંથી માલ-સામાન ઉતારવાની મજૂરી કરતો મુળ બિહારનો શંભુ હરિહર શાહુ (ઉ.૩૫) ગયા રવિવારે શાપર સર્વિસ રોડ પર કોઇ અકસ્માત થતાં તે જોવા માટે રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે કોઇ કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. શંભુને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતો. અહિ સવારે મોત નિપજ્યું હતું.

મૃત્યુ પામનાર ત્રણ બહેન અને બે ભાઇમાં નાનો હતો. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ત્રણ માસુમ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)

(11:56 am IST)