Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

રામનાથપરા મંદિરના પુનરોધ્ધારમાં મહંતોએ કામ અટકાવતા ધમાલઃ પ્રાંત જાની દોડી ગયા

એક કલાક સુધી કામ બંધ રહયું: આખરે મડાગાંઠ ઉકેલાતા કામ પુન શરૂ કરાયું

રાજકોટ તા.૨૨: રામનાથપરા સ્વયંભુ મહાદેવ કે જેઓ આજી નદીના પટમાં બીરાજી રહયા છે, તે મંદિરના પુનરોધ્ધાર માટે સરકારે યાત્રાધામ બોર્ડમાં સમાવેશ કર્યો છે, બે દિ' પહેલા કલેકટરની સૂચના બાદ સીટી પ્રાંત-૨ અનેડેે.કલેકટર પ્રજ્ઞેશ જાનીએ મંદિરના મહંતો સાથે વાટાઘાટ કરી આખી ફોર્મ્યુલા નક્કી કરીહતી, કુલ પ કરોડના ખર્ચે વિકાસ કામો થવાનાછેે.

દરમિયાન આજે નાની-મોટી રજુઆતોના મુદે મહંતો દ્વારા ચાલુ થયેલ કામ અટકાવી દેવાતા ધમાલ મચી ગઇ હતી, લોકોના ટોળા એકઠા થયા હતા, કલેકટરના ધ્યાને આ બાબત આવતા તેમની સૂચનાથી ડે. કલેકટર રી પ્રજ્ઞેશ જાની સ્ટાફ સાથે દોડી ગયા હતા, અને મંદિરના મહંત સાથે વાટાઘાટો કરી સમજાવટો કરી મંત્રણા સફળ બનાવી પુનઃ કામ શરૂ કરાવ્યું છે, અને ત્યાંજ હાલ મુકામ રાખ્યાનું ડે. કલેકટર શ્રી જાનીએ ''અકિલા'' ને જણાવ્યું હતું, કામ પુનઃ શરૂ થઇ ગયાનું તેમણે ઉમેર્યુ હતુ઼.

(3:12 pm IST)