Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રાજકોટમાં હવે આ બાકી હતું!! કુવાડવા રોડ પર હોટેલ ધી ગ્રેટ ભગવતી & રેસ્ટોરેન્ટમાં કોવીડ કેર સેન્ટર ખોલી અને નકલી ડોક્ટર તરીકે કોરોનાના દર્દીઓની સારવાર કરતો'તો: શ્યામ રાજાણી અને પિતા હેમંત રાજાણીને ઝડપી લેતી બી ડિવિઝન પોલીસ

રાજકોટ: કુવાડવા રોડ પર હોટેલ ધી ગ્રેટ ભગવતી એન્ડ રેસ્ટોરન્ટમાં કોઈપણ જાતની સરકારની મંજૂરી વગર ડિગ્રી વગરના ડોકટરે કોવિડ કેર હોસ્પિટલ ખોલી હાટડો માંડતા અને તેના પિતા સિવિલ હોસ્પિટલના પૂર્વ કર્મચારીએ મદદ કરતા બંનેને બી ડિવિઝન પોલીસે દબોચી લઈ કાર્યવાહી કરી છે. અગાઉ પણ આ બાપ બેટા પોલીસમાં નકલી દાક્તરી અને સિવિલમાંથી દવા ચોરવાના ગુનામાં પોલીસ ચોપડે ચડ્યા હતાં.

પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ એહમદ તથા નાયબ પોલીસ કમિશ્નાર ઝોન-૧ પ્રવિણકુમાર મિણા તથા મદદનીશ પોલીસ કમિશ્નર એસ.આર.ટંડેલ દ્વારા હાલમાં કોરોના વાયરસ COVID-19ની વેશ્વીક માહામારી માં પોતાના આર્થીક લાભ માટે લેભાગુ તત્વો જેવાકે દવાઓ તથા ઇન્જેક્શનોના કાળા બજાર કરતા ઇસમો તેમજ નકલી ડોક્ટર તરીકે તબીબી પ્રેક્ટીશ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરવા સુચના અપાઈ હોઇ જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટર એમ.બી ઓસુરાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ બીબી કોડીયાતર તથા એજયભાઇ બસીયા તથા જયદીપસિંહ બોરાણા, ચાંપપરાજભાઇ ખવડ  વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી  બાતમી હકીકત મળેલ કે કુવાડવા રોડ, રીલાયન્સ પેટ્રોલ પંપની સામે હોટેલ "ધી ગ્રેટ ભગવતી હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ "માં લોકોની અવર-જવર વધુ છે અને નકલી ડોક્ટર દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. 

    આ હકીકત મળતા તાત્કાલીક એ જગ્યાએ જઇ તપાસ કરતા અમુક માણસો ત્યા હોટેલ ની બહાર હાજર હોય અને તેઓની પુછપરછ કરતા અંદર કોરોનાની હોસ્પીટલ ચાલુ હોય અને તેમના સંબધીઓ કે જેઓ કોરોના પોઝીટીવ છે તેઓ અંદર દાખલ છે. જેથી આ ઉપરોક્ત હોટેલ ની અંદર જઇ તપાસ કરતા કોરોના ના દર્દીઓ દાખલ જોવા મળેલ તથા આ દર્દીઓને ઓક્સીજનના સીલીન્ડર મારફતે ઓક્સીજન આપવામા આવે છે તથા શરીરમા બાટલાઓ ચડાવવામાં આવેલ જોવામાં આવેલ જેથી ત્યાં હાજર હોટેલના માલીક હેમંતભાઇ દામોદરભાઇ રાજાણીને આ બાબતે પુછતા જણાવેલ કે પોતાનો દિકરો શ્યામ હેમંતભાઇ રાજાણી આ કોરોનાના દર્દીઓની સારવાર કરે છે. તેમજ હેમંતભાઇ રાજાણી પોતાના દીકરાને આમા મદદ કરે છે. જેથી તુરંતજ બન્ને ઇસમોના નામ પો.સબ.ઇન્સ બી.બી.કોડીયાતર દ્વારા પીકેટ કોપમા સર્ચ કરતા શ્યામ રાજાણી વિરુધ્ધ અગાઉ બી ડીવીઝન પો.સ્ટેશનમાં બોગસ ડોક્ટરનો ગુન્હો દાખલ થયેલ હોવાનું તથા હમતભાઇ દામોદરમાઇ રાજાણી વિરુધ્ધ સીવીલ હોસ્પીટલમાથી દવાની ચોરી કરવાનો ગુન્હો દાખલ થયેલ હોવાનું જણાયું હતું.

  વધુ તપાસ કરતા આ હેમંતભાઇ દામોદરભાઇ રાજાણી કે તેના દિકરા શ્યામ હેમતભાઇ રાજાણી પાસે કોઇ માન્ય સંસ્થાનુ તબીબી પ્રેક્ટીસ કરવા માટે કોઇ ડીગ્રી કે પ્રમાણપત્ર ન હોવા છતા નકલી ડોક્ટર બની દર્દી ઓ પાસેથી એક દીવસના રૂ.૧૮૦૦૦ જેટલો ચાર્જ લઇ પોતાના આર્થીક લાભ માટે તથા જાહેર જનતા સાથે છેતર્પીડી કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી તેમજ પોતાને તથા અન્ય લોકો મા આ કોરોના વાઇરસ નો ચેપ લાગી શકે તેવું જાણવા છતા કોરોના વાઇરસ જેવી ગંભીર બીમારી ની સારવાર કરી મળી આવતા આ ઉપરોક્ત હોટેલ ના માર્લોક હેમતભાઇ દામોદરભાઇ રાજાણી તથા તેમના દિકરા શ્યામ હેમંતભાઇ રાજાણી વિરુધ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલા આરોપીનું નામ – (૧) હેમતભાઇ દાનોદરભાઇ રાજાણી ઉ.વ-૬૧ રહે-મોરબી રોડ સેટેલાઇટ ચોક થી આગળ રાધામીરા સોસા. ની બાજુમા ગુરુદેવ રેસીડેન્સી બંધ શેરી રાજકોટ (ર) શ્યામ હેમંતભાઇ રાજાણી રહે. મોરબી રોડ સેટેલાઇટ ચોકથી આગળ રાધામીરા સોસાયટીની બાજુમાં ગુરુદેવ રેસીડેન્સી બંધ શેરી રાજકોટ (મુખ્ય આરોપી શ્યામને  પકડવાનો બાકી છે) 

  આ કામગીરી પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરા, પો.સબ.ઇન્સ. બી.બી.કોડીયાતર, એ.એસ.આઇ વીરમભાઇ ધગલ, એ.એસ.આઇ સલીમભાઇ માડમ, અજયમાઇ બસીયા, પો.કોન્સ હેમેન્દ્રમાઇ વાધીયા, પરેશભાઇ, ચાપરાજભાઇ ખવડ, જયદીપસિંહ બોરાણા, વિશ્વજીતસીહ ઝાલા, નીરવભાઇ વધાસીયા તથા ભાવેશભાઇ વાસાણી સહિતે કરી છે.

(8:29 pm IST)
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક આદેશ જાહેર કર્યો છે અને પોલીસતંત્રને કહ્યુ છે કે સ્કુટર ચાલકો અને મોટર ચાલકો પાસેથી માસ્ક પહેર્યુ ન હોય તે સિવાય બીજો કોઈપણ દંડ હાલના સંજોગોમાં વસૂલવો નહિં access_time 6:08 pm IST

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ડીઆરડીઓની ધનવંતરી COVID19 હોસ્પિટલનું નિરીક્ષણ કરવા અમદાવાદ આવ્યા છે અને તેમની સાથે મુખ્યમંત્રી રૂપાણી પણ ઉપસ્થિત હતા. access_time 5:40 pm IST

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવતી કાલે શનિવાર 24 મી એપ્રિલે સવારે 10.15 વાગ્યે ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં કોલવડાની ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ ખાતે 300 લીટર પ્રતિ મિનિટની ક્ષમતા ધરાવતા પી.એસ એ ઓકસીજન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ પણ આ તકે ઉપસ્થિત રહેશે. access_time 11:08 pm IST