Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

લક્ષ્મીનગર અન્ડરબ્રીજનું કામ ૭૦ ટકા જેટલુ થઇ ગયુઃ ઓગસ્ટમાં ખુલ્લો મુકવા પ્રયાસો

અન્ડરબ્રીજની કામગીરીની સમીક્ષા કરતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ

રાજકોટ તા. શહેરમાં કોરોના સંક્રમણ વચ્ચે પણ લોકોની સુવિધા અને વિકાસકામો ચાલુ રહે તે માટે મ.ન.પા.ના પદાધિકારીઓ અધિકારીઓ સતત પ્રયત્નશીલ છે. દરમિયાન સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે લક્ષ્મીનગર અન્ડરબ્રીજની કામગીરીની સમીક્ષા કરી હતી અને આ અન્ડરબ્રીજનુ ૭૦ ટકા જેટલું કામ પુર્ણ થઇ ગયાનું તેમજ ૩૦ ઓગસ્ટ સુધીમાં આ બ્રીજ ખુલ્લો મુકાય તેવા પ્રયાસો થઇ રહ્યાનું જણાવેલ છે.

આ અંગેની વિગત મુજબ લક્ષ્મીનગર નાલા તરીકે ઓળખાતા અન્ડર પાસમાં વોર્ડ નં.૮માં નાનામવા મેઇન રોડના છેડે લક્ષ્મીનગર રેલ્વે સ્ટેશન પાસે ટ્રાફીકની સમસ્યાનાં નિરાકરણ હેતુ હૈયાત નાલાના સ્થાને વધુ પહોળાઇ ધરાવતા અન્ડરબ્રીજ બનાવવાના કામના ભાગ રૂપે રેલ્વે વિભાગ સાથે ડીપોઝીટ વર્ક- તરીકે કામ કરાવવા કામ કરનાર એજન્સીને રેલ્વે વિભાગ દ્વારા તા.ર૪ થી વર્ક ઓર્ડર આી કામગીરી શરૂ કરવામાં આવેલ તે અન્વયે હયાત નાલાની જગ્યાએ બે નવા બોક્ષ ટાઇપ ફોર લેન અન્ડરપાસ બનાવવાની કામગીરી ચાલુ છે. જેની એક બોક્ષની અંદાજીત સાઇઝ પ૦ મીટર લંબાઇ * ૭.પ૦ મીટર પહોળાઇ તથા.૪.પ૦ મીટરની ઉંચાઇ રહેશે તથા ટાગોર રોડ સાઇડ ૧૧૬ મીટર તથા નાનામવા સાઇડ ૧૩પ મીટર એપ્રોચ રોડ ઉપરાંત વરસાદી પાણીનાં નિકાલ માટેની તેમજ લાઇટીંગની વ્યવસ્થા કરવામાં આવશે.

આ અન્ડરપાસ થવાથી રાજકોટ પશ્ચિમ વિસ્તાર તરફના પ્રજાજનોને શહેરમાં અવર-જવર કરવા માટે વધુ સુગમતા ટ્રાફીકના પ્રશ્નનું નિરાકરણ આવશે તેમજ આ સમગ્ર અન્ડર પાસ બનાવવાની કામગીરી રેલ્વે વિભાગ મારફત કરવામાં આવશે. તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કામે રેલ્વે વિભાગ દ્વારા રજુ કરવામાં આવેલ એસ્ટીમેટ મુજબની ડિપોઝીટની રકમ રૂ.ર૪.૯૧ કરોડ રેલ્વે વિભાગમાં જમા કરાવવામાં  આવેલ છે. તથા આ કામ તા.૩૧ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે.

(4:19 pm IST)