Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

બ્રેક ધ ચેઇન ઓફ કોરોનાઃ શનિ-રવિ મવડીમાં સ્વૈચ્છીક લોકડાઉન

રીક્ષામાં માઇક થકી વેપારીઓને બંધ રાખવા અપીલ

રાજકોટઃ મવડી વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહયા છે ત્યારે મવડી પ્લોટ વેપારી એસોસીએશન દ્વારા તા.ર૪ શનીવાર અને તા.રપ ને રવિવાર બે દિવસ સંપુર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને મવડી પ્લોટ વેપારી એસોસીએશનના વૈભવભાઇ રાજુભાઇ બોરીચા જયોતિ ગૃપ જયસુખભાઇ ચાંગાણી રાધીકા સ્ટીલ સેન્ટર, મહેશભાઇ સાવલીયા શિવ શકિત ગૃપ, નરશીભાઇ કાકડીયા-અમૃત સ્ટીલ, જમનભાઇ મીસ્ત્રી ચામુંડા હાર્ડવેર, કીશનભાઇ સોરઠીયા એડવોકેટ, મુકેશભાઇ નારીયા-બાલકૃષ્ણ મંડપ, દ્વારા મવડી રોડ અને ૧પ૦ ફુટ રીંગ રોડ વિસ્તારમાં રીક્ષા ફેરવીને માઇકથી બે દિવસ લોકડાઉનની સુચનાઓ આપવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

મવડી વિસ્તારના લોકોના આરોગ્યની સુખાકારી માટે મવડી પ્લોટ વિસ્તારના શાક માર્કેટના ધંધાર્થી ભાઇઓ-બહેનો પણ લોકડાઉનમાં જોડાવાના છે. બ્રેક ધ કોરોના ચેઇન કાર્યક્રમને સફળ બનાવવા બે દિવસ જાહેરમાં મવડી વિસ્તારમાં નહી નીકળવા સંપુર્ણ લોકડાઉનને સફળ બનાવવા યાદીના અંતમાં શ્રી વૈભવભાઇ બોરીચાએ જણાવ્યું હતું.

(4:17 pm IST)