Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

સીવીલના મેદાનમાં ૧૪ કલાકથી છોટા હાથીમાં બાપની સેવા કરતી દીકરી

સામાન્ય માણસને સારવાર-બેડ કંઇ ઉપલબ્ધ નથીઃ ઉપર આભ, નીચે ધરતી

સીવીલ હોસ્પિટલના મેદાનમાં છોટા હાથી વાહનમાં ગઇ રાત્રીથી એક દર્દી કણસી રહ્યા છે. સારવાર તો ઠીક, સધિયારો પણ ઉપલબ્ધ નથી. દર્દીની દીકરી બાપને એક હાથે હવા નાખે છે, બીજા હાથેથી સારું થઇ જશે, તેવો સધિયારો આપે છે. સમાજ અને સરકારની સંવેદનાનો દુષ્કાળ અનુભવાઇ રહ્યો છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

(4:03 pm IST)
  • જાણીતા તસવીરકાર શૈલેષ રાવલે વિદાય લીધી ઇન્ડિયા ટુડેમાં ૨૫ વર્ષથી ફોટોગ્રાફર તરીકેની ફરજ બજાવનાર શ્રી. શૈલેષ રાવલનું પત્રકારત્વ અને ફોટોગ્રાફી ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન રહ્યું છે. તેઓએ આજે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. access_time 6:59 pm IST

  • દિલ્હીનાં ભાજપ સાંસદ મનોજ તિવારી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને તેઓ હોમ આઇસોલેટ થયા છે. access_time 3:51 pm IST

  • દિલ્હીમાં ઓક્સિજન પ્લાન્ટ નથી તો શું દિલ્હીના લોકોને ઓક્સિજન નહીં મળે ? : મુખ્ય મંત્રીઓ સાથેની મિટિંગમાં કેજરીવાલનો વડાપ્રધાનને વેધક સવાલ : દિલ્હીમાં આવી રહેલા ઓક્સિજન ટેન્કર અધવચ્ચે રોકાઈ જાય છે : આ માટે મારે કોની સાથે વાત કરવાની છે તે જણાવો : દેશમાં વધી રહેલી ઓક્સિજનની તંગીને ધ્યાને લઇ ઓક્સિજન પ્લાન્ટ સૈન્યને સોંપી દેવા અનુરોધ કર્યો access_time 1:12 pm IST